Skip to main content
Settings Settings for Dark

ભાવનગરઃ ડૉ. આંબેડકર આવાસ યોજના થકી 104 લોકોને મળ્યું પોતાનું ઘર 

Live TV

X
  • ભાવનગર જિલ્લામાં ચાલુ વર્ષે ડૉ. આંબેડકર આવાસ યોજના અંતર્ગત 104 લાભાર્થીઓને પોતાના ઘરનો લાભ મળ્યો હતો. 

    આ યોજના હેઠળ રાજ્ય સરકાર દ્વારા અનુસૂચિત જાતિના લોકો કે જેઓ ઘર વિહોણા છે અથવા જેમના ઘર જર્જરિત અવસ્થામાં હોય તેવા લોકોને ઘરની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવે છે. 

    તળાજા તાલુકાના નાના ઘાણા ગામના નાગર નાજાભાઈ વિરાભાઈ પાસે ઘરનું ઘર ન હોવાથી જીવનનિર્વાહમાં તકલીફ પડી રહી હતી. તેમની પાસે ઘરનું ભાડું ભરવાના પૈસા પણ નહોતા, એવામાં તેમને સમાજ કલ્યાણ  નિરીક્ષક પાસેથી આ યોજના અંગે જાણવા મળ્યું હતું. 

    બાદમાં તેમને આર્થિક સહાય મળતા તેમણે પોતાનું પાકું ઘર બનાવ્યું હતું. તેમણે ઘરનું સપનું સાકાર કરવા બદલ રાજ્ય અને કેન્દ્ર સરકારનો આભાર માન્યો હતો. 
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
apply