Skip to main content
Settings Settings for Dark

ડાંગ : આહવા-વનબંધુ આરોગ્ય ધામ ખાતે સર્વરોગ મેડીકલ સારવાર કેમ્પનો પ્રારંભ

Live TV

X
  • આ કેમ્પમાં ફ્લોરિડાની નોવા સાઉથ ઇસ્ટર્ન યુનિવર્સીટીનાકુલ 53 મેડિકલ સ્ટુડન્ટ અને સ્થાનિક ડોક્ટરો દ્વારા આ આરોગ્ય તપાસણી કરવામાં આવી હતી.

    ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવાના આહવા-વનબંધુ આરોગ્ય ધામખાતે સર્વરોગ મેડીકલ સારવાર કેમ્પનો પ્રારંભ કરાયો હતો. નોવા સાઉથ ઈસ્ટર્ન યુનિવર્સીટીના ડીન ર્ડા.ઓલ્સને મેડીકલ કેમ્પને ખુલ્લો મૂક્યો હતો. આ કેમ્પમાં ફ્લોરિડાની નોવા સાઉથ ઇસ્ટર્ન યુનિવર્સીટીનાકુલ 53 મેડિકલ સ્ટુડન્ટ અને સ્થાનિક ડોક્ટરો દ્વારા આ આરોગ્ય તપાસણી કરવામાં આવી હતી. આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે ડાંગ જેવા અંતરિયાળ વિસ્તારના લોકોની સેવા કરવાનો એક લ્હાવો છે. તેમણ જણાવ્યું કે અહિં આવેલ યુવા ડોકટરો જુદા જુદા વર્ષમાં અભ્યાસ કરે છે. તેમને એક નવો અનુભવ મળશે. અહીં દર વર્ષે સર્વરોગ નિદાન કેમ્પ યોજાય છે. જેમાં અમેરીકાના તજજ્ઞ ડોકટરો અને મેડીકલ ક્ષેત્રના વિઘાર્થીઓ ભાગ લે છે. આજના કેમ્પમાં ફ્રલોરીડાની નોવા સાઉથ ઈસ્ટર્ન યુનિવર્સીટીના કુલ-૫૩ મેડીકલ સ્ટુડન્ટ્સ અને સ્થાનિક સાત ડોકટરો મળીને કુલ ૬૦ ડોકટરોની ટીમ દ્વારા દર્દીઓની તપાસણી કરવામાં આવી હતી. અમેરીકાથી દવાઓ સાથે નાના ઈન્સ્ટ્રુમેન્ટ્રસની કીટ પણ ડોકટરો સાથે લાવ્યા હતા.પ્રથમ દિવસે ૩૦૦ થી વધુ ગ્રામ્ય લોકોએ નિઃશુલ્ક કેમ્પનો લાભ લીધો

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
apply