Skip to main content
Settings Settings for Dark

જવાનોના પરિવાર માટે ફંડ એકત્ર કરવા નીકળેલી બાઈક રેલી પૂનાથી વલસાડ પહોચી

Live TV

X
  • પુનાથી મંગળવારે વહેલી સવારે નીકળેલી આ બાઈક રેલી વલસાડ ખાતે આવી પહોંચતા રોટરી ક્લબ ઓફ વલસાડ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું.

    પૂનાથી 17 જેટલા બાઈકર્સ તેમની બાઈક રેલી સાથે ઉમદા હેતુને પાર પાડવા નીકળ્યા છે.સમગ્ર દેશની સુરક્ષા જેના હાથમાં છે એ વાત દેશની સરહદ ઉપર પોતાની જાનની બાજી લગાવી સૈનિકો અને તેમના પરિવાર માટે ફંડ એકત્ર કરવા માટે 17 જેટલા બાઈકર્સ સમગ્ર ભારત ભ્રમણ કરવા માટે નીકળ્યા છે જેમાં બે મહિલાઓ પણ સામેલ છે. પુનાથી મંગળવારે વહેલી સવારે નીકળેલી આ બાઈક રેલી વલસાડ ખાતે આવી પહોંચતા રોટરી ક્લબ ઓફ વલસાડ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું.આ બાઈક રેલી ભારતના 80 જેટલા નાના-મોટા શહેરમાં ફરી તેઓ મેક ઇન ઇન્ડિયા અને દેશના જવાનોના પરિવાર માટે ફંડ એકત્ર કરી જવાનોના પરિવારજનોને મદદરૂપ થશે..

    બાઈક ચાલક ડોક્ટર સુદર્શને જણાવ્યું કે, સમગ્ર ભારતના ગોલ્ડન કોડ્રિનેટર રૂટ ઉપર તેઓ 80 શહેરોમાં ફરશે અને 6,180 જેટલા કિલોમીટર ફરી 26મી જાન્યુઆરીના રોજ તેઓ ફરી પૂના ખાતે પહોંચશે. જોકે આ બાઇક રેલીમાં તેઓ દરેક શહેરમાંથી ભારત દેશના જવાનો માટે ફન્ડ રાઇઝિંગ કરશે જે તેઓનો મુખ્ય હેતુ છે રાઈડ ફોર ભારત કે વીર. આ રેલીમાં માત્ર પૂનાના જ નહીં પરંતુ ગુજરાતના પણ કેટલાક બાઈક ચાલકો જોડાયાં છે જેમાં દિનેશ ઠાકોર કચ્છથી, મનીષ પંડ્યા ભાવનગરથી, ગૌરવ રાઠોડ ભાવનગરથી તો સાથે સાથે બે મહિલા રાઈડર્સ પણ આ બાઇક રેલીમાં ઉત્સાહભેર જોડાઈ છે.આ બાઈકર્સની રેલી વલસાડ શહેરના વિવિધ વિસ્તારોમાં ફરી હતી..આ બાઈકસવારોએ રોટરી ક્લબના સભ્યોને કેટલાક QR CODE પણ આપ્યા હતા જેના થકી દેશના જવાનો માટે ઓછામાં ઓછા 90 રૂપિયાથી લઈને વધુમાં વધુ ફંડ ઓનલાઈન દેશના જવાનો માટે આપી શકાશે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
apply