Skip to main content
Settings Settings for Dark

ધરોઈ ડેમ 100 ટકા ભરાતા સર્જાયો મનમોહક નજારો, ઉમટ્યા પ્રવાસીઓ 

Live TV

X
  • મહેસાણા જિલ્લાના સતલાસણા તાલુકાના ધરોઈ ગામે આવેલ ઉત્તર ગુજરાતની જીવાદોરી સમાન ધરોઈ ડેમ 100 ટકા ભરાતા કુદરતી સર્જાયો રમણીય મનમોહક નજારો રાજ્ય ભરના પર્યટકો મોટી સંખ્યામાં આવી રહ્યા છે. 

    ધરોઈ ડેમ 100% ભરાતા જગતનો તાત ખેડૂત પણ રાજી થઈ ગયો છે. હવે ખેડૂતો માટે સિંચાઈના પાણીનો પ્રશ્ન હલ થતા ખેડૂતો પણ સારો પાક લઈ શકશે. અરવલ્લીના ગિરી કંદરામાં કુદરતને ખોળે પ્રકૃતિની ગોદમાં આવેલ આ સ્થળ ખૂબ જ રમણીય અને મનોહર લાગી રહ્યું છે. દૂર દૂર થી સહેલાણીઓ આ કુદરતના નજારાને નિરખવા ઉમટી રહ્યા છે. 

    ધરોઈ ડેમ 180 ચોરસ મીટર વિસ્તાર અને 6.22 ફુટ ઊંડાઈ ધરાવતી સિંચાઈ યોજનામાં વિસ્તરેલો છે. ધરોઈ ડેમમાં હાલ 619.68  MCFT  લાખ ઘન ફુટ એટ્લે કે કે 188.880  પાણીનો જથ્થો સંગ્રહ થયેલો પડ્યો છે. 

    જો કે ઉત્તર ગુજરાતનાં ચાર જિલ્લા મહેસાણા સાબરકાંઠા, બનાસકાંઠા  અને પાટણ જિલ્લાની 16.70 લાખની જનવસ્તીને દૈનિક 190 ક્યુસેક પાણી ઇન્ટેકવેલનાં ફિલ્ટરેશન પ્લાન્ટમાથી ટ્રીટ મેન્ટ કરીને પાઇપલાઇન દ્રારા પીવા માટે ડેમમાંથી  અપાય છે. એટલું જ નહીં સાબરમતી નદી સુકાઈ ન જાય એટલે અમદાવાદ સુધી તેને જીવંત રાખવા માટે પણ પાણી વહેવડાવવામા આવે છે. 
       
    ધરોઈ ડેમ ભરાતા આગામી ઉનાળામાં અને આખું વર્ષ પાણીની તંગી સર્જાશે નહીં. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
apply