Skip to main content
Settings Settings for Dark

'મરાઠા ગૌરવ' તરીકે ઓળખાતા છત્રપતિ શિવાજી મહારાજની આજે જન્મજયંતિ

Live TV

X
  • આજે મરાઠા સામ્રાજ્યના સ્થાપક અને મહાન મરાઠા યોદ્ધા છત્રપતિ શિવાજી મહારાજની જન્મજયંતિ છે. આજના દિવસે 19 ફેબ્રુઆરી1630ના રોજ છત્રપતિ શિવાજી મહારાજનો જન્મ થયો હતો. જેને 'મરાઠા ગૌરવ' તરીકે પણ ઓળખવામાં આવે છે. આ દિવસ ઉજવવાની શરૂઆત 1870માં મહાત્મા જયોતિરાવ ફૂલેએ કરી હતી. બાદમાં સ્વતંત્ર સેનાની બાલ ગંગાદર તિલકે જયંતિની ઉજવણીની પરંપરા આગળ વધારી અને તેમના યોગદાનને યાદ કરતા શિવાજી મહારાજની જન્મજયંતી ઉજવવામાં આવે છે. મહારાષ્ટ્ર સહિત આખા દેશમાં શિવાજી મહારાજનો જન્મજયંતિ ખૂબ ધુમધામથી ઉજવવામાં આવે છે.

    ભારતમાં ભાગ્યે જ એવા લોકો હશે જે છત્રપતિ શિવાજી મહારાજને જાણતા ન હોય. શિવાજી મહારાજનો જન્મ શિવનેરી કિલ્લામાં થયો હતો. શિવાજી મહારાજનું નામ શિવાજી ભોંસલે હતું અને તેઓ ભોંસલે મરાઠા કુળના સભ્ય હતા. શિવાજી મહારાજને સૌથી મહાન મરાઠા શાસક તરીકે ગણવામાં આવે છે, જેમણે બીજાપુરની ક્ષણ થતી આદિલશાહી સલ્તનતમાંથી એક એન્કલેવ બનાવ્યું છે, જે મરાઠા સામ્રાજયની શરૂઆત બની હતી. 16 વર્ષની નાની ઉંમરે, શિવાજીએ તોરના કિલ્લા પર કબજો કર્યો અને 17 વર્ષની ઉંમરે રાયગઢ અને કોંડાના કિલ્લાઓ પર કબજો કરી લીધો. તેમણે સ્વતંત્રતા ચળવળ દરમિયાન બ્રિટિશ શાસનની વિરુધ્ધ ઉભા રહીને લોકોને એક સાથે લાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.

    જાણો, છત્રપતિ શિવાજી મહારાજ જયંતિનો ઇતિહાસ

    છત્રપતિ શિવાજી મહારાજ સમાધિની મહાત્મા જ્યોતિરાવ ફૂલેએ પુણેથી લગભગ 100 કિલોમીટર દૂર રાયગઢમાં શિવાજી મહારાજની  શોધી કાઢી હતી, અને જન્મજયંતિ ઉજવવાનું શરૂ કર્યું. તેમણે જ બ્રિટિશ શાસનની વિરુદ્ધ ઉભા રહીને શિવાજી મહારાજ જયંતિના માધ્યમથી સ્વતંત્રતા આંદોલન દરમિયાન લોકોને એકસાથે લાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. તેમનું બહાદુરી અને યોગદાન હંમેશાં લોકોને હિંમત આપે છે, તેથી જ દર વર્ષે આ જયંતિ ઉજવવામાં આવે છે. 

    છત્રપતિ શિવાજી મહારાજ જયંતિ પર શું થાય છે?
     
    લોકો શિવાજી મહારાજના માનમાં ઘણાં સાંસ્કૃતિક કાર્યક્રમો અને શોભાયાત્રા કાઢે  છે. શિવાજી મહારાજના જીવનને દર્શાવતી નાટકો પણ વિવિધ સ્થળોએ યોજવામાં આવે છે. સરકારી અધિકારીઓ તેમના જીવન અને આધુનિક ભારતમાં તેમની સુસંગતતા વિશે ભાષણો આપે છે. મહારાષ્ટ્રના લોકો તેમને પોતાનુ ગૌરવ અને સન્માન માને છે.

    શિવાજી મહારાજની 393મી જયંતિના અવસરે આગરાના કિલ્લામાં ભવ્ય સમારોહ થશે. જેમાં ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે સામેલ થશે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 30-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
apply