અમદાવાદમાં ડ્રોઈંગ, સ્ટોન વર્ક, ટેરાકોટા અને ફોટોગ્રાફ્સનું યોજાયું અનોખુ પ્રદર્શન
Live TV
-
અમદાવાદ શહેરમાં સિનિયર આર્ટિસ્ટ જયંતિ નાયકના વિવિધ આર્ટ કલાના સંગ્રહનું એક પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. શહેરની વિજય ચાર રસ્તા ખાતે આવેલી આર્ચર આર્ટ ગેલેરી ખાતે આ પરદર્શન આગામી 28મી ફેબ્રુઆરી સુધી કલારસિકો માટે ખુલ્લી રહેશે. પ્રોફેસર નાયક એમ.એસ.યુનિવર્સિટીના સ્ટુડન્ટ અને રહી ચૂક્યા હતા. તેઓ અમદાવાદની એન.આઇ.ડી. એમ.એસ.યુનિવર્સિટીમા પણ ડિઝાઇનના પ્રોફેસર તરીકે સેવાઓ આપી ચૂક્યા છે. આ પ્રદર્શનમાં આર્ટિસ્ટ જયંતી નાયકે પોતાના જીવનકાળ દરમિયાન બનાવેલા ડ્રોઈંગ, સ્ટોન વર્ક, ટેરાકોટા અને ફોટોગ્રાફ્સને પ્રદર્શિત કરવામાં આવ્યા છે.
કોઈપણ ટેકનોલોજી આર્ટ વગર અધુરી છે અને આર્ટિસ્ટ પોતાની રુચિ અને શોખ પર કામ કરવામાં સ્વતંત્ર હોય છે. તેમણે કહ્યું હતું કે, હાલ નવા જમાનાના યુવા આર્ટિસ્ટ, આર્ટને, અનોખું પ્લેટફોર્મ આપી રહ્યા છે. હવે ડ્રોઈંગ, ક્રાફ્ટ અને ડિઝાઇન પરસ્પર જોડાઈ રહ્યા છે અને એક નવી જ કલાનો સમન્વય જોવા મળે છે. એનઆઇડીના પૂર્વ ડાયરેક્ટર અને વર્લ્ડ ડિઝાઇન ઓર્ગેનાઈઝેશનના મેમ્બર શ્રી પ્રદ્યુમન વ્યાસે પ્રતિભાવ આપતા જણાવ્યું હતું કે, આર્ટિસ્ટ જયંતિ નાયક કલાના ચાહક અને ડિઝાઇનના પ્રથમ હરોળના કલાકાર છે. તેઓના ચિત્રો, ડ્રોઈંગ અને સ્ટોન વર્ક ટેરાકોટા એક અનોખી કલાની પ્રદર્શિત કરે છે.
