Skip to main content
Settings Settings for Dark

મહિલા આયોગ, ગુજરાત રાજય દ્વારા 42 મહિલા કર્મયોગીઓનો સન્માન સમારંભ યોજાયો

Live TV

X
  • સમાજમાં પરિવર્તન લાવવા માટે મહિલાઓની ભૂમિકા મહત્વની છે, તેવું આજરોજ કલોલ ખાતે મહિલા આયોગ, ગુજરાત દ્વારા આયોજિત મહિલા શક્તિ એવોર્ડ સમારંભમાં પોલીસ અને આરોગ્ય ક્ષેત્રે ઉત્તમ કામગીરી કરનાર 42 મહિલાઓનું સન્માન કરતા રાષ્ટ્રીય મહિલા આયોગના અધ્યક્ષા રેખાબેન શર્માએ જણાવ્યું હતું. મહિલા શક્તિ એવોર્ડ સમારંભનો દીપ પ્રાગટ્ય કરીને રાષ્ટ્રીય મહિલા આયોગના અધ્યક્ષા રેખાબેન શર્માએ જણાવ્યું હતું કે, મહિલાઓ પગભર બનશે, તો જ ઘરેલું હિંસાઓનું પ્રમાણ ધટશે.

    મહિલાઓને દેવી નથી બનવું કે પગની જૂતી પણ નથી બનવું તેવું કહી તેમણે ઉમેર્યું હતું કે, મહિલાઓને સન્માન પૂર્વક જીવન જીવવું છે. મહિલાઓને સાથે રાખીને રાષ્ટ્રનું નિર્માણ કરવું ખૂબ જરૂરી છે. ગુજરાતમાં શરૂ કરવામાં આવેલી નારી અદાલત દેશના તમામ રાજયમાં આરંભ કરવામાં આવશે.  ગુજરાતમાં મહિલા – યુવતીઓ ખૂબ સુરક્ષિત છે, તેવું કહી તેમણે ઉમેર્યું હતું કે, સ્થાનિક સ્વરાજય અને વિધાનસભામાં મહિલાઓનું નેતૃત્વ છે. પણ લોકસભા- રાજયસભામાં પણ 50 ટકા મહિલા પ્રતિનિધિમાં આવે તે ખૂબ જરૂરી છે. તેમજ દેશના ઉજ્જવળ ભવિષ્ય માટે દીકરા- દીકરીના શિક્ષણમાં કોઇ ભેદ ભાવ ન રાખવા પણ ભારપૂર્વક જણાવ્યું હતું. 
        
    મહિલાઓને મદદ કરવા મહિલાઓએ જ આગળ આવવું પડશે, તેવું જણાવી ગુજરાત રાજય મહિલા આયોગના અધ્યક્ષા લીલાબેન અંકોલિયાએ ઉમેર્યું હતું કે, મહિલા આયોગ દ્વારા કોરોનાકાળમાં 1800 ગામડાઓમાં મહિલાઓને જાગૃત બનાવી 60 હજાર મહિલાઓનું કોરોનાની રસી અપાવવામાં આવી છે. તેમજ આ સમયે સગર્ભા મહિલાઓ માટે હેલ્પલાઇન શરૂ કરવામાં આવી હતી. નારી અદાલત થકી રાજયમાં કરવામાં આવતી વિવિધ કામગીરીની વિસ્તૃત માહિતી પણ આપવામાં આવી હતી. નારી અદાલત દ્વારા 22 હજાર મહિલાઓના પ્રશ્નનો સુખદ ઉકેલ લાવવામાં આવ્યો છે. મહિલાઓના ઉત્થાન માટે આ સરકાર કટિબઘ્ઘ છે, તેવું કહી તેમણે ઉમેર્યું હતું કે, સરકાર દ્વારા મહિલાઓના વિકાસ માટે 138 યોજનાઓ અમલી બનાવવામાં આવી છે. આયોગ દ્વારા કોરોનાથી બચવા મહિલાઓએ શું શું સાવચેતી રાખવી જોઇએ તે માટે 61 જેટલા ઓનલાઇન સેમિનાર યોજીને 61 હજાર મહિલાઓને જાગૃત કરવામાં આવી હતી. તેમજ કોરોનાકાળમાં પણ મહિલાઓને રોજગારી આપવા માટે માસ્ક બનાવવાની પ્રવૃત્તિને વેગ આપવામાં આવ્યો હતો. 
        
    આ કાર્યક્રમમાં મહાનુભાવોના હસ્તે કોરોનાકાળમાં ઉમદા કામગીરી કરનાર અલગ અલગ જિલ્લાની 42 મહિલાઓનું શાલ ઓઠાડી અને મોમેન્ટો આપી સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમના આરંભ ગાંધીનગર જિલ્લા વિકાસ અધિકારી સુરભિ ગૌત્તમે મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું. તેમજ આયોગના સભ્ય સચિવ શ્રી કે.એસ.યાજ્ઞિકે આભારવિધી કરી હતી. આ પ્રસંગે ગાંધીનગર જિલ્લા પંચાયત પ્રમુખ દિલીપભાઇ પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ અનિલભાઇ પટેલ, કલોલ નગરપાલિકા પ્રમુખ ઉર્વશીબેન પટેલ, ડી.વાય.એસ.પી. મંજીતાબેન, સહિત આમંત્રિત મહાનુભાવો અને સન્માનિત મહિલાઓ ઉપસ્થિત રહી હતી.   

     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2026 Max Temp : °C Min Temp : °C
apply