મહિલા દિવસની અનોખી ઉજવણી, રમત-રમતમાં મતદાનનું મહત્વ સમજાવતી મહિલાઓ
Live TV
-
ભારત સહિત વિશ્વભરમાં મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી ત્યારે અરવલ્લી જિલ્લામાં મહિલાઓએ લોકોને મતદાનનું મહત્વ સમજાવ્યું. કૉલેજ કેમ્પસમાં સાપ-સિડી રમત દ્વારા મતદાન જાગૃતિનો કાર્યક્રમ આયોજિત કરાયો
આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની મોડાસામાં અનોખી રીતે ઉજવણી કરી લોકોને મતદાન અંગે જાણકારી આપવામાં આવી હતી. મોડાસાની મ.લા.ગાંધી કૉલેજ કેમ્પસ ખાતે મહિલા દિવસ નિમિત્તે ચૂંટણી પંચ અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ખાસ મતદાન જાગૃતિ કાર્યક્રમ આયોજિત કરવામા આવ્યો હતો, જેમાં એક સાપ સિડીની રમત થકી મતદાન અંગે જાગૃતિ લાવવા તેમજ મતદારોનું સન્માન પણ કરવામાં આવ્યું હતું.
મહિલા દિવસે ખાસ મહિલા ખેલાડીઓએ સાપ-સિડી રતમનું ઉદ્ધાટન કર્યું હતું, આ પ્રસંગે જિલ્લા કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી, અધિક કલેક્ટર, પ્રાંત અધિકારી મોડાસા, પ્રાંત અધિકારી બાયડ સહિત કોલેજના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
અંકિત ચૌહાણ, સોશિયલ મીડિયા ડેસ્ક