International Women's Day : ગૂગલના ડૂડલમાં વિશ્વની 12 સફળ મહિલાઓની ગાથા
Live TV
-
8 માર્ચ એટલે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ. આ એક એવો દિવસ છે જેને ખાસ કરીને દુનિયાની તમામ મહિલાઓને સમર્પિત કરવામાં આવે છે. આ દિવસને લઇને ગૂગલે ખાસ ડૂડલ બનાવી સફળ મહિલાઓની સ્ટોરી દર્શાવી છે. ગૂગલે તૈયાર કરેલા રંગબેરંગી ડૂડલમાં દુનિયાભરની અલગ અલગ સફળ મહિલાઓની ગાથા રજૂ કરી છે. મહિલા દિવસ નિમિત્તે ગૂગલે તૈયાર કરેલા ડૂડલને 7 માર્ચે જ રીલિઝ કરી દીધું હતું. ડૂડલની ખાસ વાત એ છે કે, ગૂગલે તૈયાર કરેલા ડૂડલને 80 જેટલી ભાષાઓમાં રજૂ કર્યું છે, જેથી વધારેમાં વધારે લોકો તેને વાંચી શકે.
શું છે ખાસ ?
ગૂગલે આ વર્ષે તૈયાર કરેલું ડૂડલ ખૂબ જ મહત્વપૂર્ણ છે. ગૂગલ ડૂડલમાં 12 અલગ અલગ સ્લાઈડ છે અને દરેક સ્લાઈડમાં અનેખી અને સુંદર ડીઝાઈન તૈયાર કરાઈ છે. જેમાં વિશ્વની મહિલા આર્ટિસ્ટની ગાથા રજૂ કરાઈ છે. આ ડૂડલમાં એક પ્લે બટન ઉપલબ્ધ છે, જેના પર ક્લીક કરવાથી મહિલાએ તેના જીવનમાં મેળવેલી સફળતાની સ્ટોરી બતાવાઈ છે.
અંકિત ચૌહાણ, સોશિયલ મીડિયા ડેસ્ક