મહિસાગરમાં ખેડૂતોએ વાવેતરની તૈયારીઓ શરૂ કરી
Live TV
-
મહીસાગર જિલ્લામાં ચોમાસા આધારીત ખેતી કરતા ખેડૂતો ચોક્કસ પ્રકારનું આગોતરું આયોજન કરતાં હોય છે ચોમાસુ બેસવાનો સમય નજીક છે ત્યારે જિલ્લાના લુણાવાડા, બાલાસિનોર, વિરપુર, સંતરામપુર, વીરપુર તેમજ કડાણા વિસ્તારના ખેડૂતો પોતાની જમીનોને યોગ્ય રીતે ખેડી તેને સમતળ બનાવી જમીનને વાવેતર માટે યોગ્ય બનાવવા લાગ્યા છે જેથી વાવણી લાયક વરસાદ પડે ત્યારે તરત કરી શકાય વાવણી
ઉનાળાની સીઝન પૂર્ણતાના આરે છે અને ચોમાસાની ઋતુ નજીકમાંજ છે ત્યારે ચોમાસા આધારિત ખેતી કરતા ખેડૂતો દ્વારા ફરીથી પોતાના ખેતરોને વાવણી લાયક બનાવવા માટે પૂર્વ તૈયારીઓ આરંભી દીધી છે. ફરી એકવાર ચોમાસાના દિવસો આવનાર છે ત્યારે ખેડૂતોએ પોતાના ખેતરો તરફ ધ્યાન આપવાનું શરૂ કર્યું છે અને પ્રથમ તો ખેતરોને સાફ સફાઈ કરી તમામ કચરો ખેતરમાં જ બાળી મૂકી તેને ખાતરમાં રૂપાંતરિત કરી રહ્યા છે ત્યારબાદ હળ કે ટ્રેક્ટર વડે જમીનને ખેડી જમીનને પોચી બનાવી દે છે જેથી વરસાદ પડે ત્યારે પાણી જમીનમાં સીધુજ ઉતરી જાય મહિસાગર જિલ્લામાં વરસાદ આધારીત ખેતી કરતા ખેડૂતો મકાઇ, ડાંગર, બાજરી, કપાસ જેવી ખેતી માટે ચોમાસા પૂર્વે જમીન ખેડીને પોચી બનાવી દે છે જેથી વાવણી લાયક વરસાદ પડતા ખેડૂતો ખેતરમાં વાવણી કરી ખેતી કામમાં જોતરાઇ જતા હોય છે
