સરકારના નિયમાનુસાર ખોડલધામ મંદિર દર્શનાર્થી માટે ખુલ્લુ મૂકાશે
Live TV
-
લોકડાઉનમાં સમગ્ર મંદિરને બેક્ટરિયા મુક્ત કરાયું છે અને આગામી દિવસોમાં પણ આ પ્રક્રિયા સમયાંતરે ચાલુ રહેશે લોકડાઉનમાં શ્રી ખોડલધામ મંદિર બંધ હતું તે સમયમાં સંપૂર્ણ મંદિર પરિસરને બેકટેરિયાથી મુક્ત કરવાની કામગીરી કરવામાં આવી હતી.
કોરોના વાઇરસની મહામારીના કારણે થયેલા તબક્કાવાર પાંચ લોડાઉન બાદ સરકાર દ્વારા અનલોક-૧ની જાહેરાત કરીને નિયમોને આધિન ધાર્મિક સ્થળો ખોલવાની મંજૂરી આપી છે. આથી સરકારશ્રીના નિયમો પ્રમાણે ૮ જૂનને સોમવારથી સમસ્ત લેઉઆ પટેલ સમાજના આસ્થાનું કેન્દ્ર શ્રી ખોડલધામ મંદિર દર્શનાર્થી માટે ખુલશે. સરકારશ્રીએ છૂટછાટ આપતા શ્રી ખોડલધામ ટ્રસ્ટ કાગવડના ચેરમેનશ્રી નરેશભાઈ પટેલ સહિતના ટ્રસ્ટીમંડળ દ્વારા નિર્ણય લઈને તમામ ગાઈડલાઈનનું પાલન કરીને મંદિર પરિસર ખોલવાનું નક્કી કર્યું છે. ટ્રસ્ટનાના નિર્ણયને ભાવિકો પણ આવકારી રહ્યા છે. ગત તારીખ ૨૦ માર્ચથી ખોડલધામ મંદિર કોરોના વાઇરસના પગલે દર્શનાર્થીઓ માટે બંધ કરી દેવાયું હતું હવે જ્યારે ૮૦ દિવસ બાદ ૮ જૂનથી ખોડલધામ મંદિર ખુલી રહ્યું છે ત્યારે દર્શનાર્થીઓના અંતરમાં પણ આનંદની લાગણી જોવા મળી રહી છે જો કે હવે દર્શન વ્યવસ્થામાં અનેક પ્રકારના ફેરફાર સાથે મંદિર ખુલશે 8 જૂનથી ભક્તો માટે સવારના ૬-૩૦ થી સાંજના ૬-૩૦ સુધી જ મંદિર પરિસર દર્શન માટે ખુલ્લું રહેશે. શ્રી ખોડલધામ મંદિર સવારે અને સાંજે થતી આરતીનો લહાવો હાલ પૂરતો કોઈ ભક્તો નહીં લઈ શકે. મંદિરના પ્રવેશદ્વાર પર થર્મલ ગનથી તમામ ભક્તોના શરીરનું તાપમાન માપવામાં આવશે અને જો વધુ તાપમાન જણાય તો મંદિરમાં પ્રવેશ આપવામાં નહિ આવે. ઉપરાંત મુખ્ય પ્રવેશદ્વાર પર હાથ સેનિટાઈઝ કરીને જ પ્રવેશ આપવામાં આવશે. મંદિર પરિસરમાં પ્રવેશનાર દરેક ભક્તોએ માસ્ક પહેરવું ફરજિયાત રહેશે અને અંદર પ્રવેશ્યા બાદ સોશિયલ ડિસ્ટન્સનું ખાસ પાલન કરવું પડશે. આ ઉપરાંત ટ્રસ્ટ દ્વારા પણ મંદિર પરિસરમાં ભકતો વધુ સંખ્યામાં એકઠા ન થાય તેનું પૂરતું ધ્યાન રાખવામાં આવશે અને દર્શન ગૃહમાં દર્શનાર્થી વચ્ચે જરૂરી અંતર જળવાઈ રહે તે પ્રકારની વ્યવસ્થા ગોઠવાઈ છે, હાલ મંદિરે થતાં ધ્વજારોહણ કાર્યક્રમમાં ફક્ત પાંચ લોકો જ ઉપસ્થિત રહીને ધ્વજારોહણ કરે તે પ્રકારે આયોજન કરવામાં આવી રહ્યું છે. મંદિરના અન્નપૂર્ણાલય અને પ્રસાદઘર હાલ નહીં ખુલે, અને આગામી સમયમાં સરકાર દ્વારા જે નિયમો જણાવવામાં આવશે અને ટ્રસ્ટી મંડળ દ્વારા જે નિર્ણય લેવાશે તે પ્રમાણે મંદિર પરિવારનું સંચાલન થશે.મંદિરની બારીક કોતરણી, રેલિંગ, દાનપેટી, ઘંટ સહિતની જગ્યાએ રહેલા તમામ બેકટેરિયા દૂર થાય તે માટે આ કામગીરી કરાઈ હતી સમગ્ર મંદિરને શિખરથી લઈને નીચેના ભાગ સુધી પાણીથી સાફ કરવામાં આવ્યું હતું, આગામી સમથમાં પણ સમયાંતરે મંદિર પરિસરમાં સેનિટાઈઝ કરવાની પ્રક્રિયા ચાલુ રહેશે
