Skip to main content
Settings Settings for Dark

મહિસાગર : આંગણવાડી બહેનો દ્વારા સુખડી બનાવી લાભાર્થી બાળકોને ઘરે ઘરે જઈ વિતરણ કરવામાં આવી

Live TV

X
  • જિલ્લામાં આવેલ કુલ ૧૩૧૬ આંગણવાડી કેન્દ્રો દ્વારા ૧૨૮૩ આંગણવાડી કાર્યકર તેમજ ૧૧૭૮ આંગણવાડી તેડાગર બહેનો દ્વારા ૨ જી જૂન- ૨૦૨૦ થી સુખડી વિતરણની કામગીરી કાર્યરત છે

    મહીસાગર જિલ્લામાં જુન-૨૦૨૦ મહિનો તેમજ જ્યાં સુધી આંગણવાડી કેન્દ્રો બંધ રાખવાની પરિસ્થિતિ ઉભી થાય ત્યાં સુધી આંગણવાડી કેન્દ્રો પરથી પૂરક પોષણના ધોરણો જળવાઈ રહે તે મુજબ આંગણવાડી કાર્યકર તેડાગર બહેનો દ્વારા સુખડી બનાવી લાભાર્થી બાળકોને ઘરે ઘરે જઈ વિતરણ કરવામાં આવી રહ્યું છે. જિલ્લામાં આવેલ કુલ ૧૩૧૬ આંગણવાડી કેન્દ્રો દ્વારા ૧૨૮૩ આંગણવાડી કાર્યકર તેમજ ૧૧૭૮ આંગણવાડી તેડાગર બહેનો દ્વારા ૨ જી જૂન- ૨૦૨૦ થી સુખડી વિતરણની કામગીરી કાર્યરત છે. જેમાં જિલ્લામાં આવેલ ૧૧ ઘટકમાં નોંધાયેલા ૪૦૦૫૫ બાળકમાંથી ૩૪૭૭૪ લાભાર્થી બાળકોને સુખડીનું વિતરણ કરવામાં આવ્યું છે. બાકી બાળકોને પણ સુખડી વિતરણની કામગીરી હાલમાં કાર્યરત છે. જેથી કોરોના સંકટ કાળમાં પણ આંગણવાડીના ભૂલકાંઓની તંદુરસ્તી જળવાઈ રહે જેના માટે જિલ્લા સંકલીત બાળ વિકાસ વિભાગ મહીસાગર દ્વારા ઉત્કૃષ્ટ કામગીરી થઇ રહી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
apply