અમરેલીના સાવજો વરસાદની માણી રહ્યા છે મજા, જુઓ તસ્વીરો
Live TV
-
વરસાદી માહોલમાં મોર પણ પોતાની કળા કરી થનગની રહ્યો છે, આકાશમાં મેઘ ધનુષ્યનો આ અનોખો નજારો જોવા લાયક બન્યો હતો.
અમરેલી જિલ્લાના ખાંભા, રાજુલા, લીલીયા, ભોરિંગડા, કરાકચસા, કુંડલા અને બૃહદ ગીરમાં સૌથી સિંહો હોવાનું માનવામાં આવી રહ્યું છે. ત્યારે હાલ સમગ્ર જિલ્લામાં સારો એવો વરસાદ પડી રહ્યો છે ત્યારે સિંહો પણ વરસાદની મજા લૂંટતા જોવા જોવા મળ્યા હતા. સિંહોએ પણ વરસાદના લીધે પોતાનું રહેઠાણ બદલ્યું હતું અને વરસાદ અને નદીના પૂરથી બચવા સિંહો ડુંગર પર સ્થાયી થયા છે. હાલ ચોમાસામાં સિંહો માખી, મચ્છરથી બચવા હંમેશા ડુંગર પર જોવા મળ્યા છે. વરસાદી માહોલમાં મોર પણ પોતાની કળા કરી થનગની રહ્યો છે, આકાશમાં મેઘ ધનુષ્યનો આ અનોખો નજારો જોવા લાયક બન્યો હતો.
