ગુજરાત માટે સારા સમાચાર, નર્મદા ડેમની હાલની સપાટી 125.78 મીટર
Live TV
-
ઉપરવાસ મધ્યપ્રદેશમાં વરસાદ થતાં ,અને ડેમ ના પાવર હાઉસ ચાલુ કરવામાં આવતાં નર્મદા બંધમાં નવા નીરની આવક
સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં વધારો થયો છે. ઉપરવાસમાંથી 45 હજાર ક્યુસેક પાણીની આવક થતાં સપાટીમાં સતત વધારો થઇ રહ્યો છે. હાલ ડેમની સપાટી 125.78 મીટરની સપાટીએ પહોંચી ગઇ છે. ઉપરવાસ મધ્યપ્રદેશમાં વરસાદ થતાં ,અને ડેમ ના પાવર હાઉસ ચાલુ કરવામાં આવતાં નર્મદા બંધમાં નવા નીરની આવક થઈ છે. પાણીની નવી આવક થતાં ગુજરાત માટે મુખ્ય કેનાલ માં ,8 હજાર 300 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.પાણીની આવક થતાં ,ડેમ માં 2 હજાર 265 mcm લાઈવ સ્ટોરેજ, પાણીનો જથ્થો જમા છે.
