મહીસાગરના પ્રગતિશીલ ખેડૂત કેળાની ખેતી કરી બન્યા આત્મનિર્ભર
Live TV
-
દેશના ખેડૂતો જમાના સાથે ધીરે ધીરે આધુનિકિતા તરફ વળી, ખેતીમાં નવતર પ્રયોગો કરી પ્રગતિશીલ ખેતી કરી રહ્યા છે. ત્યારે મહીસાગર જિલ્લાનાં લુણાવાડા તાલુકામાં આવેલ નવામુવાડા ગામનાં પ્રગતિશીલ ખેડૂત ડાહ્યાભાઇ પટેલ ખેતી વ્યવસાય સાથે સંકળાયેલા છે. આ ખેડૂત કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ ખેડૂત કલ્યાણકારી યોજનાઓનો લાભ મેળવીને મૂલ્યવર્ધીત ખેતી કરી રહ્યા છે. સાચા અર્થમાં ખેતીની આવક બમણી કરીને ગામમાં તેમજ આસપાસના ખેડૂતોને પણ નવી રાહ ચીંધી પ્રેરણારૂપ બન્યા છે.
તેમણે બાગાયત વિભાગ અને આત્મા પ્રોજેક્ટનો લાભ મેળવીને પોતાની ખેત જમીનમાં બાગાયત પાકોનું વાવેતર કરીને સફળતાના સોપાન સર કર્યા છે. તેમના ખેતરમાં ઉત્પાદિત કેળા ગ્રેડીંગ થયા પછી બજારમાં વેચાય છે. આ ઉપરાંત કેળાની વેફર્સ બનાવવા માટેનુ મશીન વસાવીને તેમણે 5 કિલો કેળામાંથી ૧ કિલો જેટલી વેફર્સ બનાવવાનું શરૂ કર્યું છે. આ વેફર્સને પ્રતિ કીલો રૂપિયા 200 ના ભાવે બજારમાં વેચાય છે.
આ ઉપરાંત તેઓ સરકારની દેશી ગાય નિભાવ ખર્ચ યોજનાનો લાભ લઇને, કેળાની ખેતીમાં જીવામૃતનો ઉપયોગ કરી રહ્યા છે. આવા પ્રગતિશીલ ખેડૂતની સફળતાને જોઈ આસપાસના વિસ્તારના ખેડૂતો પણ તેમની પાસેથી માર્ગદર્શન મેળવીને મૂલ્ય વર્ધિત ખેતી તરફ વળી રહ્યા છે.
