અમદાવાદની ખ્યાતિ કોલેજ ઓફ ફાર્મસીમાં કરાઈ વિશ્વ ફાર્માસિસ્ટ દિવસની ઉજવણી
Live TV
-
વિશ્વભરમાં ૨૫ સપ્ટેમ્બરને વિશ્વ ફાર્માસીસ્ટ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસની ઉજવણી અન્ય આરોગ્ય કર્મીઓ સાથે ફાર્માસિસ્ટના કામને બિરદાવવા માટે કરવામાં આવે છે. ત્યારે આજના આ વિશેષ દિવસે અમદાવાદની ખ્યાતિ કોલેજ ઓફ ફાર્મસીમાં વિશ્વ ફાર્માસિસ્ટ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણીના ભાગરૂપે વિવિધ સ્પર્ધા અને સાંસ્કૃતિક કાર્યક્રમોનુ આયોજન કરવામાં આવ્યુ હતુ. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ ઓનલાઇન અને ઑફ્લાઈન એમ બંને રીતે ભાગ લીધો હતો.
કાર્યક્રમની શરૂઆત કોલેજના પ્રિન્સિપાલ ડો.પ્રજ્ઞેશ પટની દ્વારા કરવામાં આવી હતી. આ કાર્યક્રમના મુખ્ય અતિથિ તરીકે અમદાવાદ દૂરદર્શન સમચાર વિભાગના નાયબ નિયામક, ઉત્સવ પરમાર ઉપસ્થિત રહ્યા હતા. તેમણે પોતાના વક્તવ્યમાં શિક્ષકો તથા વિદ્યાર્થીઓને નવી વિચારસરણી આપી હતી. આ ઉપરાંત વિવિધ સ્પર્ધાઓના વિજેતાઓને મહેમાનો દ્વારા પ્રમાણ પત્ર આપવામાં આવ્યા હતા.
