Skip to main content
Settings Settings for Dark

મહીસાગરની નિરક્ષર મહિલાએ પશુપાલન ક્ષેત્રે હાંસલ કરી અનોખી સિદ્ધિ

Live TV

X
  • મીની ડેરી ફાર્મ યોજના અંતર્ગત મેળવી રહ્યા છે લાખોની આવક

    એક મહિલા જો ધારે તો તેના માટે કશુંજ અશક્ય નથી તે સાબિત કરતા મહીસાગર જિલ્લા ના લુણાવાડા તાલુકા ના મહિલા લીલાબેન રાયજી ભાઈ માછી   જે નિરક્ષર મહિલા હોવા છતાં હિંમતભેર એક દુધાળા પશુ માંથી 50 જેટલા પશુઓનું પાલન કરી  મીની ડેરી ફાર્મ યોજના અંતર્ગત લાખો રૂપિયા ની આવક મેળવી  સ્ત્રી સશક્તિકરણ નું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યુ છે. 

    લીલા બેન એક વર્ષ માં 50લીટર દૂધ  ડેરી માં ભરી 15.5 લાખ રૂપિયા ની આવક ઉભી કરી જે સમગ્ર મહીસાગર જિલ્લા માં દૂધ ઉત્પાદન ક્ષેત્રે પ્રથમ હતી. લીલાબેન ઘર ની સંભાળ ની સાથે સાથે ખેતી કામ પણ કરે છે પશુ પાલન ક્ષેત્ર માં સારી એવી આવક થતા તેઓ પોતાના પરિવાર માં પણ  સારી એવી મદદ કરવા લાગ્યા છે અને પોતાના છોકરાઓ ને સારું ભણતર પણ આપ્યું છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
apply