Skip to main content
Settings Settings for Dark

સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે નવા આકર્ષણો ઉમેરાતા દિવાળીની રજાઓમાં પ્રવાસીઓની સંખ્યામાં 50 ટકાનો વધારો

Live TV

X
  • ૧ નવેમ્બર ૨૦૧૮ થી તા. ૩૧ ઓક્ટોબર ૨૦૧૯ સુધી એક વર્ષના સમયગાળામાં કુલ 29 લાખ ,૧૭ હજાર ,૪૬૮ પ્રવાસીઓએ મુલાકાત લીધી

    નર્મદા જિલ્લામાં આવેલ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે નવા આકર્ષણો ઉમેરાતા દિવાળીની રજાઓમાં પ્રવાસીઓની સંખ્યામાં 50 ટકાનો વધારો જોવા મળ્યો છે. ૧ નવેમ્બર ૨૦૧૮ થી તા. ૩૧ ઓક્ટોબર ૨૦૧૯ સુધી એક વર્ષના સમયગાળામાં કુલ 29 લાખ ,૧૭ હજાર ,૪૬૮ પ્રવાસીઓએ મુલાકાત લીધેલ છે. તો તા ૧૦/૧૧/૨૦૧૯ સુધીમાં કુલ ૨૯ લાખ ,૩૨ હજાર ,૨૨૦ પ્રવાસીઓએ મુલાકાત લીધી છે. જેમાંથી ૨,૯૧,૬૪૦ એટલે કે લગભગ ૧૦ ટકા જેટલા પ્રવાસીઓએ તો ફક્ત ચાલુ વર્ષે દિવાળીના તહેવારોમાં જ મુલાકાત લીધી છે. આ વર્ષે પ્રતિદિન સરેરાશ ૨૨,૪૩૪ પ્રવાસીઓ નોંધાયા છે. અત્યાર સુધીમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીની કુલ આવક વધીને 80 કરોડ થઈ છે. તો તાજેતરમાં જ રિવર રાફ્ટિંગ અને સાયક્લિંગ જેવી પ્રવૃત્તિઓનો ઉમેરો કરતાં યુવા પ્રવાસીઓ ઉત્સાહભેર તેનો લાભ લઈ રહ્યાં છે. અહીં રાત્રે ઝળહળી ઉઠતાં ગ્લો ગાર્ડનને જોવા પણ હજારો પ્રાવસીઓ ઉમટે છે. આમ કેવડીયા એ પ્રવાસીઓ માટે એક અનેરુ આકર્ષણ સ્થળ બનવા પામેલ છે

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
apply