યાત્રાધામ શામળાજીમાં ભવ્ય લોકમેળો, હૈયે હૈયું દળાય તેવી ભીડ
Live TV
-
અગિયારસથી શરૂ થતાં પાંચ દિવસના મેળામાં ચાર થી પાંચ લાખ જેટલા દર્શનાર્થીઓએ દર્શનાર્થે આવે છે
ગુજરાત તેની સંસ્કૃતિ, કલા અને લોક મેળાઓ માટે વિશ્વભરમાં પ્રખ્યાત છે, તેમાં પણ વૌઠા, તરણેતર અને શામળાજીમાં યોજાતા કાર્તિકી પૂનમના મેળા આજે પણ લોકોમાં આકર્ષણનું કેન્દ્ર રહ્યા છે. ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજીમાં ભવ્ય લોકમેળામાં દર વર્ષની આ વર્ષે પણ હૈયે હૈયું દળાય, તેવી ભીડ જામી હતી. અહીં બિરાજતા ભગવાન શ્રીકૃષ્ણ આદિવાસી પ્રજાના આરાધ્ય દેવ છે, અને અહીંની પ્રતિમા શ્યામ વર્ણની છે, તેથી ભક્તો ભગવાનને કાળિયા દેવ તરીકે પૂજે છે,,, મેળામાં રાજસ્થાન ગુજરાત મધ્યપ્રદેશ થી લાખો ભક્તો કાળિયા ઠાકોર ના દર્શનાર્થે ઉમટી પડ્યા હતા અને જિલ્લા અને રાજયભરમાથી ખૂબ મોટો ભકત સમુદાય ઉમટી પડી કાળિયા ઠાકરનાં દર્શન કરી ધન્યતા અનુભવે છે,, અગિયારસથી શરૂ થતાં પાંચ દિવસના મેળામાં ચાર થી પાંચ લાખ જેટલા દર્શનાર્થીઓએ દર્શનાર્થે આવે છે, અહીં મંદિરમાં બિરાજતા ગદાધર શ્રી કૃષ્ણ ભગવાની પ્રતિમા જોતા જ ભક્તો કાન્હાના ભક્તિ રસમાં જાણે રંગાઈ જતાં હોય તેવી અનુભૂતિ કરે છે. અહીં મોટી સંખ્યામાં મહિલાઓ આવીને કાન્હાના ભજન ગાતી પણ નજરે પડે છે..
