મહીસાગર સખી મંડળની મહિલાઓ લીંબોળી એકત્રીકરણના વ્યવસાય થકી બની આત્મનિર્ભર
Live TV
-
પહેલાની પરિસ્થિતિએ હાલમાં મહિલાઓ સશક્ત અને આત્મનિર્ભર બની સમાજમાં ઉન્નત મસ્તકે જીવન વ્યતિત કરી રહી છે. જેનું ઉદાહરણ મહિસાગર જિલ્લાના વિરપુર ગામનાની મહિલાઓ પૂરું પાડે છે. લીંબડાના ઝાડ પરથી ખરતી લીંબોળીઓને આમ તો લોકો નજર અંદાજ કરતા હોય છે પરંતુ આ મહિલાઓએ આ લીંબોળીઓને જીવન નિર્વાહ કરવા તેમજ આત્મનિર્ભર બનવાનો સહારો બનાવી લીધો છે. વીરપુર ગામની પ્રણામી સખી મંડળની બહેનોએ લીંબોળી એકત્રીકરણનો વ્યવસાય શરુ કર્યો છે તેમજ આ વ્યવસાય દ્વારા આર્થિક પ્રગતિના દ્વાર ખોલ્યા છે. સખી મંડળની બહેનોએ એપ્રિલ થી મે માસ દરમિયાન આશરે ૩ હજાર કિલોગ્રામ લીંબોળી એકત્રીત કરી તેનું બજારમાં વેચાણ કર્યું છે. જેને સ્થાનિક બજારમાં રૂપિયા 7 પ્રતિકિલોના ભાવે વેચાણ કરતા તેમાંથી આશરે રૂપિયા 22 હજારની આવક મેળવી હતી.
મહત્વનું છે કે, આ લીંબોળી ખોળ, નીમ સાબુ, નીમ જંતુનાશક દવાઓ, નીમ હેન્ડવોશ અને શેમ્પુ જેવી વિવિધ પ્રોડક્ટમાં લીંબોળીનો ઉપયોગ કરવામાં આવે છે.
