ભગવાન શામળિયાને પોણા ચાર કિલોના ચાંદીના મુઘટની મળી ભેંટ
Live TV
-
અરવલ્લી જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી મંદિરને ચાંદીના મુઘટની ભેટ દાનમાં મળી છે. અમદાવાદના એક ભક્તે ભગવાન શામળિયાને પોણા ચાર કિલોનો ચાંદીનો મુઘટ ભગવાનને અર્પણ કર્યો હતો.
ભક્ત દ્વારા ભગવાન શામળિયાને ચાંદીનો મુઘટ ભેટમાં અર્પણ કરાયા બાદ પરિવારે ભગવાનની આરતી કરી ધન્યતા અનુભવી હતી.
ભગવાન શામળિયાને ચાંદીના મુઘટ પહેરાવતા ભગવાનની પ્રતિમા પણ ઝળહળી ઉઠી હતી. અંદાજે ૩.૩૬ લાખની કિંમતનો મુઘટ ભગવાન શામળિયાને અર્પણ કરતા શામળાજી મંદિર ટ્રસ્ટ દ્વારા દાન કરનાર ભક્તનું સન્માન કરવામાં આવ્યું હતું.
