જામનગરઃ 2 દિવસીય યોગ ગરબાનું આયોજન, 800 મહિલાઓએ લીધો ભાગ
Live TV
-
જામનગરના ઓશવાળ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત લીલાવતી નેચર ક્યોર એન્ડ યોગ રિસર્ચ સેન્ટર દ્વારા 2 દિવસીય યોગ ગરબાનુ આયોજન કરવામા આવ્યું હતું. લીલાવતી શાહની પ્રથમ પુણ્યતિથીએ આ આયોજન કરવામા આવ્યું હતું.
આ યોગ કાર્યક્રમમાં 2 દિવસ દરમિયાન કુલ 800 બહેનોએ ભાગ લીધો હતો. આ કાર્યક્રમને આજ રોજ અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાના હસ્તે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. આ પ્રસંગે તેમણે જામનગરમાં કરવામાં આવતા શિક્ષણ, આરોગ્ય ક્ષેત્રના યોગદાનને બિરદાવી આયોજન બદલ શુભેચ્છાઓ પાઠવી હતી.. આ સાથે આ કાર્યક્રમમાં મહિલા મેયર સહિત વિવિધ અગ્રણી મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા.
