Skip to main content
Settings Settings for Dark

અમરેલી: રફાળાના ખેડૂતે હળદરની ગાય આધારિત ખેતી કરી મેળવી મબલખ આવક

Live TV

X
  • અમરેલી જિલ્લાનાં બગસરામાં ગોલ્ડન વિલેજ તરીકે ઓળખાતા રફાળા ગામમાં ઓર્ગેનિક હળદરનું વાવેતર કરવામાં આવ્યુ છે. આ ગામના પ્રગતિશીલ ખેડૂત અને માજી સરપંચ પુનાભાઈ દ્વારા તેમની 18 વિઘા જમીનમાં હળદરનું વાવેતર કરવામાં આવ્યું છે. અગત્યની વાત એ છે કે તેમણે આ હળદરની ખેતીમાં કોઈ પણ જાતના રસાયણ પદાર્થો કે ફર્ટિલાઇઝરનો ઉપયોગ કરવાની જગ્યાએ ઓર્ગેનિક ગાય આધારિત ખેતી અપનાવી છે. ગાય આધારિત ખેતીમાં આમ તો ઉત્પાદ થોડું ઓછું મળતું હોય છે પરંતુ તેની સામે વાવેતર તેમજ માવજતના ખર્ચમાં ઘણો ઘટાડો થતો હોવાથી નફાનો દર ગાય આધારિત ખેતીમાં વધારે મળે છે અને જમીનની ફળદ્રુપતા જળવાઈ રાજે તે અલગ. ગોલ્ડન વિલેજના આ પ્રગતિશીલ ખેડૂત છેલ્લા 4 વર્ષથી હળદરની ખેતી કરી પુષ્કળ કમાણી કરી રહ્યા છે. હળદરનું વાવેતર જૂન મહિનામાં થાય છે અને માર્ચ મહિનામાં પાક તૈયાર થાય છે. મહત્વનું છે કે, હળદરના પાકમાં કોઈપણ જાતનો રોગ આવતો નથી અને પાક સમયસર લઈ શકાય છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-05-2026 Max Temp : °C Min Temp : °C
apply