Skip to main content
Settings Settings for Dark

ગુજરાત NCC કેડેટ્સ દ્વારા સૈનિકો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવા શુભેચ્છા કાર્ડ બનાવાયા

Live TV

X
  • વડોદરાની એન.સી.સી બટાલિયનના કેડેટ્સે દ્વારા કારગિલ યુદ્ધના સૈનિકો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવા માટે શુભેચ્છા કાર્ડ તૈયાર કરવામાં આવ્યા છે. કારગિલ વિજય દીવસ 2021 ની ઉજવણી કરવા માટે વડોદરા ગ્રુપના NCC  કેડેટ્સ દ્વારા "કારગિલ કે વીરો - ગુજરાત કા અભાર" ના ભાગરૂપે સૈનિકો પ્રત્યેનો આભાર વ્યક્ત કરવા માટે કેટલાક ઉત્તમ કાર્ડ તૈયાર કરાયા છે. આ કાર્ડ કુરિયર મારફત આગામી 26 જુલાઇ સુધીમાં લદાખ સેક્ટરમાં તૈનાત સૈનિકો સુધી પહોંચાડવામાં આવશે. 
    આ ઉપરાંત ગુજરાત રાજ્ય N.C.C દ્વારા ચલાવવામાં આવી રહેલા "એક મેં - સો કે લિયે" અભિયાન અંતર્ગત "ગુજરાતનો સંદેશો-કારગિલના જવાનો માટે" વિષય હેઠળ 9 મી ગુજરાત બટાલીયનની એસ.વી.આર્ટસ કોલેજની એન.સી.સી કંપનીના વિદ્યાર્થીઓ દ્વારા પણ કારગિલના જવાનો માટે આભાર પ્રગટ કરતા જુદા-જુદા 80 જેટલા કાર્ડ્સ તૈયાર કરવામાં આવ્યા છે. ઉપરાંત આ કાર્ડ્સનું પ્રદર્શન પણ કાલેજ ખાતે ગોઠવવામાં આવ્યું હતું. જેમાં કોવિડ પ્રોટોકોલનું સંપૂર્ણ પણે ધ્યાન રાખવાં આવ્યું હતું.
    અગત્યનું છે કે કારગિલ વિજય દીવસ દર વર્ષે 26 જુલાઈએ દેશના નામે પોતાનો બલિદાન આપનારા કારગિલ યુદ્ધ નાયકોના માનમાં ઉજવવામાં આવે છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-05-2026 Max Temp : °C Min Temp : °C
apply