રાજકોટના ધોરાજીમાં 70 જેટલા માર્ગો પર લગાવાયા CCTV કેમેરા
Live TV
-
શહેરમાં ચોરી, લૂટપાટ જેવી અનેક ગુન્હાખોરીને અટકાવવા સીસીટીવી કેમેરાઓ લગાવવામાં આવે છે. રાજ્યના ઘણા મોટા શહેરોમાં આવા કેમેરાઓ લગાવી દેવાયા છે. ત્યારે રાજકોટ જિલ્લાના ધોરાજી શહેરમાં પણ દાતાઓના સહયોગથી શહેરના 70 જેટલા માર્ગો પર CCTV કેમેરા લગાવવામાં આવ્યા છે. જેથી CCTV કેમેરાની મદદથી ગુનેગારોને ઓળખવામાં અને ગુન્હાનો ભેદ ઉકેલવામાં પોલીસને મદદરૂપ થશે. સમગ્ર ગુજરાતમાં ક્રાઈમ રેશિયો ઓછો થાય તે માટે ગુજરાત સરકાર કટિબદ્ધ છે.
ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી અને ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાના અથાગ પ્રયત્નોથી ગુન્હાખોરીના કેસોમાં સતત ઘટાડો થયો છે. આમ ધોરાજી ખાતે પણ પોલીસે ત્રીજા નેત્ર તરીકે CCTV કેમેરાની મદદ મળી છે. આ CCTV કેમેરા પ્રોજેક્ટને, રાજકોટ જિલ્લા પોલીસવડા બલરામ મીણાએ વિભાગીય પોલીસ અધિકારીઓની ઉપસ્થિતિમાં ખુલ્લા મુકવામાં આવ્યો હતો.
