મહેમદાવાદમાં સિદ્ધિ વિનાયક મંદિરમાં ભક્તો માટે સેનેટાઈઝર ટનલ મૂકાઈ
Live TV
-
કોરોના મહામારી વચ્ચે મંદિરમાં ભક્તો માસ્ક ફરજિયાત પહેરે અને સોશિયલ ડિસ્ટન્સ જળવાય તેની રખાઈ રહી છે કાળજી
ખેડા જિલ્લાના મહેદાવાદવામાં આવેલુ સુપ્રસિદ્ધ સિદ્ધિ વિનાયકના મંદિરે હવે ભક્તો સરળતાથી દર્શન કરી શકશે..કોરોના મહામારી વચ્ચે મંદિર ટ્રસ્ટ દ્વારા સેનેટાઈઝર ટનલ મૂકવામાં આવી છે..જેથી ભક્તોએ ફરજિયાત સેનેટાઈઝર ટનલમાંથી પ્રવેશ કરી દર્શન માટે જઈ શકાય તેવી વ્યવસ્થા કરવામાં આવી છે..માસ્ક વિના કોઈ પણ વ્યક્તિને મંદિર પરિસરમાં પ્રવેશ નથી અપાતો..સોશિયલ ડિસ્ટન્સ જળવાય તે માટે સુરક્ષા ગાર્ડની ટીમ તૈનાત રાખવામાં આવી છે..જેથી સરળતાથી ભક્તો ભગવાન શ્રી ગજાનનના દર્શન કરી શકે છે..
અમદાવાદથી ડાકોર જતા રસ્તામાં મહેમદાવાદ પાસે વાત્રક નદીના કિનારે આ મંદિર આવેલું છે. મંદિરની ઉંચાઈ 73 ફૂટ ઉંચું છે. મુંબઈના જાણીતા સિદ્ધિવિનાયક મંદિરની મૂર્તિ જેવી જ મૂર્તિ અહીં સ્થાપિત કરવામાં આવી છે. દેશના આ સૌથી મોટા ગણેશ મંદિરમાં મુંબઈના સિદ્ધિવિનાયક મંદિરમાંથી અખંડ જ્યોત લાવીને અહીં સ્થાપિત કરવામાં આવી છે.આ મંદિર અમદાવાદ શહેરથી લગભગ 25 કિલોમીટર દૂર આવેલું છે. મંદિર ખુલ્લુ મુકાયા બાદ વર્ષે લાખો ભક્તો અહીં દર્શન કરવા માટે આવે છે. દર મંગળવારે અહીં મોટા પ્રમાણમાં ભક્તોની ભીડ રહે છે. ગણેશજીના મુખારવિંદ જેવો આકાર ધરાવતું આ શ્રી સિદ્ધિવિનાયક ગણપતિ મંદિરે દર મહિનાની વદ ચોથ એટલે કે સંકષ્ટ ચોથે દર્શનનો અનેરો મહિમા છે. તેમાં પણ મંગળવારે આવતી અંગારકી સંકષ્ટ ચતુર્થીએ તો દૂર-દૂરથી ભક્તો અહીં દર્શન માટે આવે છે.
આ મંદિરના મુખ્ય આકર્ષણમાં ભગવાન ગણેશના દર્શનની સાથે સાથે અન્ય પણ આકર્ષણો છે. અહીં હર્બલપાર્ક, નાના અન્ય મંદિરો, યાત્રાળુઓ માટે નિવાસ સ્થળ તથા ભોજનાલય અને કાફેટેરિયાની સુવિધા છે. આ મંદિરમાં ગણેશજીની અખંડ જ્યોત પણ છે. સમગ્ર ભારતમાં આ એકમાત્ર મંદિર છે, જેના છેક ઉપરના માળે ગણેશજી બિરાજમાન છે, જ્યાં જવા ભક્તો માટે લિફ્ટની પણ સુવિધા છે.
દિવાળીનો પર્વ નજીક આવી રહ્યો છે ત્યારે સિદ્ધિ વિનાયકના મંદિરના પુજારી સંતોષગિરી મહારાજે જણાવ્યુ હતુ કે દરેક ભક્ત મુખ્ય પ્રવેશદ્વારથી જ સેનેટાઈઝ થઈને અંદર આવે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે..આ માટે ત્રણ સેનેટાઝર ટનલ બનાવી છે..દરેક ભક્ત માસ્ક ફરજિયાત પહેરીને આવી તેની તકેદારી રાખવામાં આવે છે..હવે દિવાળીનો પર્વ નજીક હોવાથી ભક્તો મોટી સંખ્યામાં દર્શનાર્થે આવતા હોય છે ત્યારે મંદિર તરફથી આ દિવાળીના પર્વ પર દીપમાળાનું આયોજન કરેલ છે..જેમાં ધનતેરસના દિવસે દીપમાળા , કાળી ચૌદશના દિવસે 51 દીવડાઓની આરતી, દિવાળીના દિવસે 108 દિવડાઓની આરતી તેમજ બેસતા વર્ષે ભવ્ય અન્નકૂટનું આયોજન કરવામાં આવશે..
