Skip to main content
Settings Settings for Dark

મહેસાણાના કોરોના વોરિયર પરિવારે પિતૃ શ્રાદ્ધની કરી અનોખી ઉજવણી

Live TV

X
  • મહેસાણાના કોરોના વોરિયર પરિવારે પિતૃ શ્રાદ્ધની અનોખી ઉજવણી કરી હતી. મહેસાણાના વડનગરના સુંઢીયા ગામના વતની એવા શિક્ષક અશોક કુમાર શર્માનું એક વર્ષ પહેલા નિધન થયું હતું. તેમની બે દીકરીઓ પૈકી એક ડોક્ટર છે જ્યારે બીજી દીકરી નર્સિંગનો અભ્યાસ કરી રહી છે. હાલ કોરોના મહામારી વચ્ચે બંને દીકરીઓ કોરોના વોરિયર તરીકે કામ કરી રહી છે. ત્યારે પિતાના શ્રાદ્ધ નિમિત્તે પરિવારે ખેરાલુના વિકલાંગ વિકાસયજ્ઞ ટ્રસ્ટના 20 દિવ્યાંગોને ભોજન જમાડ્યું હતું. ટ્રસ્ટના સંચાલક ઈશ્વરભાઈ સુથારે જણાવ્યું હતું કે, સ્વ.અશોકભાઈના પરિવારે શ્રાદ્ધ પક્ષની અનોખી રીતે ઉજવણી કરી પુણ્યનું કાર્ય કર્યું છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
apply