સેવા સપ્તાહ અંતર્ગત વડોદરાની SSG હોસ્પિટલમાં સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું
Live TV
-
17મી સપ્ટેમ્બરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસ અંતર્ગત 14થી 20 તારીખ સુધી સેવા સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે. તેને અનુલક્ષીને વડોદરાની સયાજીરાવ હોસ્પિટલમાં સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.
રાજ્ય સરકારના મંત્રી યોગેશ પટેલ તથા ઓએસડી ડૉ. વિનોદ રાવના માર્ગદર્શન હેઠળ એસએસજી હોસ્પિટલના પરિસરમાં આ અભિયાનની શરૂઆત કરવામાં આવી હતી.
આ સમયે સાંસદ રંજનબહેન ભટ્ટ, મેયર઼ ડૉ. જિજ્ઞિશાબહેન શેઠ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. અંદાજે 200 જેટલા વીએમસીના સફાઈ કર્મચારીઓ, 40 જેટલા વાહનો ઉપરાંત જેસીબી સહિતના મશીનો વડે હોસ્પિટલ પરિસર ઉપરાંત ચારેય ગેટની આસપાસ સફાઈ કરવામાં આવી હતી.
