Skip to main content
Settings Settings for Dark

અમદાવાદની સિવિલ હોસ્પિટલે જટિલ સર્જરી થકી મહિલાને આપ્યું નવજીવન

Live TV

X
  • અમદાવાદની સિવિલ હોસ્પિટલે અનેક જટિલ સર્જરી કરીને કેટલાયે દર્દીઓને નવ જીવન બક્ષ્યું છે ત્યારે મધ્યપ્રદેશનાં એક 30 વર્ષીય મહિલા કે જેઓ ગરદનના મણકાના ટી.બી.થી. પીડાતા હતા, તેમની જટિલ સર્જરી કરીને તેમને નવ જીવન બક્ષ્યું છે. મધ્યપ્રદેશ રતલામના રહેવાસી અફસાના બાનુને દ્વિતીય પ્રસૂતિ બાદ શરીરના વિવિધ ભાગોમાં તકલીફ ઉભી થઇ હતી. તેઓને ગરદનના ભાગમાં અસહ્ય પીડા રહેતી હતી. જેના નિદાન માટે મધ્યપ્રદેશના સરકારી તેમજ વિવિધ ખાનગી દવાખાનાઓમાં ગયા, પરંતુ કોઇ સચોટ સારવાર કરી શક્યુ નહીં. આખરે તેઓ અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં આવી પહોંચ્યાં હતા. જ્યાં રિપોર્ટ્સ કરાવ્યા બાદ, માલૂમ પડ્યું કે ,તેમને ગરદનના મણકાનું ટીબી છે. જેથી સિવિલ હોસ્પિટલના ઓર્થોપેડિક વિભાગના વડા ડૉ. જે. પી. મોદી અને તેમની ટીમ દ્વારા ત્વરીત સર્જરી હાથ ધરવામાં આવી હતી. ભારે જહેમત બાદ ડોક્ટરોને આ સર્જરીમાં સફળતા મળી હતી. ખાનગી હોસ્પિટલોમાં આ સર્જરી માટે 3થી 4 લાખ રૂપિયા ખર્ચ થાય તેમ હતું. પરંતુ અહીં સિવિલમાં આ સર્જરી નિ:શુલ્ક થતાં અફસાના બાનુના પરિવારજનોએ હોસ્પિટલ સ્ટાફનો તેમજ સરકારનો આભાર માન્યો.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 12-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
apply