Skip to main content
Settings Settings for Dark

BAPSના વડા મહંત સ્વામીનો તિથિ મુજબ 87મો જન્મદિવસ

Live TV

X
  • આજે બીએપીએસના વડા મંહત સ્વામીનો તિથી મુજબ 87મો જન્મ દિવસ છે અને 13મી સપ્ટેમ્બરે અંગ્રેજી મહિના પ્રમાણે જન્મ દિવસ છે. જેથી 11, 12 અને 13 સપ્ટેમ્બર સુધી ઉજવણી કરવામાં આવશે.

    જેમાં તમામ હરિભક્તોને ઘરે જ રહીને પુજા કરવા માટે સુચન કરાયુ છે. હાલ મંહત સ્વામી અમદાવાદ નજીક નૈનપુર ખાતે બીરાજમાન છે અને તેમના વિચરણના તમામ કાર્યક્રમો રદ કરવામાં આવ્યા છે.

    ત્યારે તારીખ 11,12 અને 13ના રોજ ઓનલાઇન લાઇવ પુજા માટે પણ બીએપીએસ દ્વારા ખાસ આયોજન કરાયુ છે. પ્રમુખ સ્વામીએ બીએપીએસના વડા તરીકે તેમની નિમણૂંક કરી હતી. મહંત સ્વામીનો જન્મ 13 સપ્ટેમ્બરે મધ્યપ્રદેશના જબલપુર ખાતે થયો હતો. 11મી મે 1961ના રોજ યોગીજી મહારાજને હસ્તે ગઢડા ખાતે તેમણે દીક્ષા લીધી હતી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
apply