Skip to main content
Settings Settings for Dark

વડોદરામાં આજવા-નિમેટા બગીચાને બાદ કરતાં તમામ બગીચાઓ ખુલ્લા મૂકાયા

Live TV

X
  • સયાજીબાગ સહિત તમામ ગાર્ડન સવારે 6 થી 10 અને સાંજે 4 થી 8 ખુલ્લા રાખવામાં આવશે..બગીચાઓમાં સેનેટાઇઝ, જંતુનાશક દવાઓનો કરાયો છંટકાવ..

    કોરોના મહામારીના વ્યાપને અટકાવવા માટે વડોદરા કોર્પોરેશન દ્વારા સયાજીબાગ અને આજવા-નિમેટા સહિત શહેરના તમામ બગીચાઓ બંધ રાખવામાં આવ્યા હતા. જો કે સરકાર દ્વારા તબક્કાવાર હવે લોકડાઉન ખોલવામાં આવી રહ્યું છે ત્યારે અનલોક-4માં બાગ-બગીચા ખોલવાની પરવાનગી મળતા રાજ્ય સરકારે જાહેર કરેલ નિર્ધારિત ગાઈડલાઇન મુજબ આજથી આજવા-નિમેટાના બગીચાઓને બાદ કરતા તમામ બગીચાઓ ખુલ્લા મુકાયા હતા. સયાજીબાગ સહિત તમામ ગાર્ડન સવારે 6 થી 10 અને સાંજે 4 થી 8 ખુલ્લા રખાશે.

    પ્રથમ દિવસે જ સયાજીબાગમાં મોર્નિંગ વોકર્સ મોટી સંખ્યામાં વોકીંગ કરવા માટે આવી પહોંચ્યા હતા. શહેરમાં આવેલા તમામ 250 નાના-મોટા ગાર્ડન શરૂ કરાયા હતા. કોર્પોરેશનના પાર્ક એન્ડ ગાર્ડન વિભાગ દ્વારા ગાર્ડન્સ શરૂ કરતા પૂર્વે કોવિડ-19ની ગાઇડલાઇન પ્રમાણે બગીચાઓમાં સેનેટાઇઝ, જંતુનાશક દવાઓનો છંટકાવ કરાયો હતો. આ ઉપરાંત માસ્ક પહેરીને આવનારને જ પ્રવેશ આપવામાં આવ્યો હતો.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
apply