આધુનિક ખેતી થકી મહિને લાખો રૂપિયા રળતા ખેરાલુના પ્રગતિશીલ ખેડુત
Live TV
-
વર્ષ 2018 માં કૃષિ યુનિવર્સિટી આણંદ ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સાનિધ્યમાં ખેડૂતોની આવક બમણી કેવી રીતે કરી શકાય એ સેમિનારમાં લીધો હતો ભાગ
મહેસાણા જિલ્લાના ખેરાલુ તાલુકાના મિયાસણા ગામના યુવા ખેડુતે બી.આર.એસ.નો અભ્યાસ કરી આધુનિક ખેતી કરવાનો સંકલ્પ કર્યો...આ ખેડૂતે પોતાના ખેતરમાં એક વિશિષ્ટ પ્રકારના ઘાસનું વાવેતર કર્યું છે. આ ઘાસની ખાસિયત એ છે કે, તે ખૂબ ઝડપથી તૈયાર થાય છે. અને લગભગ 16 ફૂટ જેટલું ઊંચું થાય છે. આ ઘાસને એક વાર વાવ્યા પછી તે 25 વર્ષ સુધી ચાલે છે. યોગ્ય સમયે તેને પાણી આપતા રહેતા તે પાછુ વૃદ્ધિ પામતું રહે છે. તેના થકી તેમને દર મહિને એક લાખ રૂપિયાની આવક થઈ રહી છે.
આધુનિક ખેતી કરતાં આ પ્રગતિશીલ ખેડુતે જણાવ્યું હતું કે, તેમણે વર્ષ 2018 માં કૃષિ યુનિવર્સીટી આણંદ ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સાનિધ્યમાં ખેડૂતોની આવક બમણી કેવી રીતે કરી શકાય એ સેમિનારમાં ભાગ લીધો હતો. ત્યારથી તે પરંપરાગત ખેતી છોડી આધુનિક ખેતી તરફ વળ્યા છે. પદ્ધતિસરની ખેતી કરવા બદલ આ ખેડૂતને 2017માં જિલ્લામાં શ્રેષ્ઠ ખેડૂતનો અવોર્ડ પણ મળ્યું છે.
