મહેસાણાના ખેડૂતોએ કાશ્મીરી ગુલાબની ખેતી કરી મેળવી મબલખ આવક
Live TV
-
હવે ખેડૂતો રોકડીયા પાક , તથા બાગાયતી ખેતી તરફ વળ્યા છે
મહેસાણા જિલ્લાના ખેડૂતો, પરંપરાગત ખેતી છોડીને , કાશ્મીરી ગુલાબ , એટલે કે છુટ્ટા ફૂલોની ખેતી શરૂ કરીને , મબલખ આવક મેળવી રહ્યા છે. હવે ખેડૂતો રોકડીયા પાક , તથા બાગાયતી ખેતી તરફ વળ્યા છે. સરકાર દ્વારા યોજવામાં આવતા કૃષિ મેળા , કૃષિ સંમેલન , તથા સેમિનારોમાં ભાગ લઈને , ખેડૂતો અવનવી ખેતીની માહિતી મેળવતા થયા છે. કૃષિ મેળાની માહિતીનો ઉપયોગ કરી , મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના દેવડા ગામ ના 50 જેટલા ખેડૂતો એ , પરંપરાગત અને ચીલા ચાલુ ખેતી છોડી , અંદાજે 100 વિઘા જમીનમાં , કાશ્મીરી ગુલાબ તથા દેશી ગુલાબની ખેતી શરૂ કરી છે.
ખેડૂતોના જણાવ્યા અનુસાર , શરૂઆતના 6 મહિનામાં ફૂલો ઓછા ઉતરે છે, પછી ખૂબ સારા પ્રમાણમાં ઉતરે છે. વરસાદમાં પણ તેને વાંધો આવતો નથી. ખેડૂતોને એક વીઘામાંથી , વર્ષે લગભગ બે લાખ રૂપિયાની, ચોખ્ખી આવક થાય છે.
