માતા-પિતા ગુમાવનાર બાળકોને સુરેન્દ્રનગર IITમાં મફત શિક્ષણ અપાશે
Live TV
-
બાળકો માટે સુરેન્દ્રનગરની આઇ.ટી.આઈ.માં મફત શિક્ષણથી લઇને રોજગારીની જવાબદારી વેલ્ડર ટ્રેડના સુપરવાઇઝર ઈન્સ્ટ્રક્ટરે લીધી છે.
સુરેન્દ્રનગર જિલ્લામાં મહામારીના કારણે અનેક લોકોએ સ્વજનો ગુમાવ્યા છે. તેમાંય ઘણા બાળકો માતા-પિતા ગુમાવતા નિરાધાર બની ગયા છે. ત્યારે આવા બાળકો માટે સુરેન્દ્રનગરની આઇ.ટી.આઈ.માં મફત શિક્ષણથી લઇને રોજગારીની જવાબદારી વેલ્ડર ટ્રેડના સુપરવાઇઝર ઈન્સ્ટ્રક્ટરે લીધી છે. સુપરવાઇઝર દીપકભાઈ નારાયણભાઇ રાઠોડે નિરાધાર બાળકને એકવર્ષીય કોર્ષ 2021-2022 અને બે વર્ષીય કોર્સ 2021-2023 દરમિયાન એડમિશન લેશે તેવા બાળકોને તેના મફત શિક્ષણથી માંડીને રોજગારી આપવાની જવાબદારી લીધી છે. તેમના દ્વારા લેવામાં આવેલ નિર્ણયને તેમના સ્ટાફના લોકો એ આવકાર્યો હતો.
