મહીસાગર જિલ્લા કલેક્ટરે ઐતિહાસિક ધરોહર કલેશ્વરી પ્રવાસન સ્થળની મુલાકાત લીધી
Live TV
-
મહીસાગર જિલ્લાના ઐતિહાસિક ધરોહર સમા કલેશ્વરી પ્રવાસન સ્થળની જિલ્લા કલેક્ટર ડૉ. મનીષકુમાર અને જિલ્લા વિકાસ અધિકારી કે.ડી.લાખાણીએ આ સ્થળનો સમૂચિત વિકાસહેતુ મુલાકાત લીધી હતી.
મહીસાગર જિલ્લાના ઐતિહાસિક ધરોહર સમા કલેશ્વરી પ્રવાસન સ્થળની જિલ્લા કલેક્ટર ડૉ. મનીષકુમાર અને જિલ્લા વિકાસ અધિકારી કે.ડી.લાખાણીએ આ સ્થળનો સમૂચિત વિકાસહેતુ મુલાકાત લીધી હતી. આ અંગે જિલ્લા કલેક્ટર ડો મનીષકુમાર એ વધુને વધુ પ્રવાસીઓ જિલ્લા પ્રવાસન સ્થળ પ્રત્યે આકર્ષાય તેવા હેતુ સાથે લોકોને સુવિધા મળે તેવા પ્રયાસો કરવા જણાવ્યુ હતુ. અને પ્રવાસીઓને આકર્ષિત કરવા માટે રોડ મેપ બનાવવા તેમજ અહી આવતા પ્રવાસીઓને પાર્કિગ, વાહન વ્યવહાર, રહેઠાણ, ભોજન વ્યવસ્થા, શૌચાલય જેવી પ્રાથમિક સુવિધા મળી રહે તે અંગે વિસ્તૃત ચર્ચા કરી હતી.
