માનવતા મહેકી : આણંદમાં મામલતદારની પુત્રીએ એક્ટીવા લાવવા ભેગા કરેના પૈસા ગરીબોને દાન કર્યા
Live TV
-
આણંદ ગ્રામ્ય મામલતદારમાં સર્કલ ૨ માં ફરજ બજાવતા જીગર પટેલની પુત્રીએ અનોખી સેવા કરવાનું નક્કી કર્યુ
કોરોનાની મહામારીને કારણે સમગ્ર ભારતમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યો છે જેના કારણે ગરીબ અને શ્રમીક પરીવારો આર્થિક મુસીબતમાં મુકાઈ ગયા છે. અને આવા શ્રમીક ગરીબ પરીવારોને સરકાર અને સંસ્થાઓ દ્વારા ખાદ્ય કીટોનું તો વિતરણ કરવામાં આવતું હોય છે. પરંતું તેઓને દવા, દૂધ કે સાકભાજી લાવવા માટે રોકડા રૂપિયાની પણ જરૂર પડતી હોય છે. જેને લઈને આણંદ ગ્રામ્ય મામલતદારમાં સર્કલ ૨ માં ફરજ બજાવતા નાયબ મામલતદારની પુત્રી ઇરવા પટેલે તેની પિગીં બેંકમાં એકટીવા લવવા માટે ત્રણ વર્ષથી ભેગા કરેલા નાણા તેઓએ આણંદના અલગ અલગ વિસ્તારોમાં રહેતા શ્રમીક અને ગરીબ પરીવારોના ઘરે ઘરે ફરી વહેચી દીધા હતા.
