Skip to main content
Settings Settings for Dark

સિદ્ધપુરમાં શરૂ થયો સેવાયજ્ઞ, ગરીબો અને શ્રમિકો માટે ભોજન સેવા

Live TV

X
  • ચોખા - 1 કિલો, મૂંગ દાળ - 1 કિલો, ખાંડ - 500 ગ્રામ, ચા - 100 ગ્રામ, મરચું પાવડર - 100 ગ્રામ, હળદર પાવડર - 100 ગ્રામ, તેલ - 1 લિટર, મીઠું -, પાર્લે જી બિસ્કીટ - 1 પેક, આટ્ટા - 5 કિલોની આખી કીટ તૈયાર કરવામાં આવી

    કોરોના વાયરસને કારણે દેશભરમાં લોકડાઉન જાહેર કરાયુ છે..જેના 7 દિવસ પણ પૂરા થઈ ચૂક્યા છે..એવામાં આ લોકડાઉનના કારણે ગરીબો અને શ્રમજીવીઓને જીવનજરૂરિયાતની ચીજવસ્તુઓના કારણે પરેશાન ન થવુ પડે તે માટે અનેક સેવાભાવી સંસ્થાઓ અને સેવાભાવી લોકો આગળ આવી રહ્યા છે અને ગરીબો અને શ્રમિકોને મદદ કરી રહ્યા છે..પાટણ જિલ્લાના સિદ્ધપુરમાં રોયલ કેસ્ટર પ્રોડક્સના સહકારથી અને સિદ્ધપુર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા સમાજના વિવિધ ગરીબ વર્ગમાં સહાય કીટનું વિતરણ કરવાનું નક્કી કરવામાં આવ્યુ છે.. જે મુજબ ચોખા - 1 કિલો, મૂંગ દાળ - 1 કિલો,  ખાંડ - 500 ગ્રામ, ચા - 100 ગ્રામ, મરચું પાવડર - 100 ગ્રામ, હળદર પાવડર - 100 ગ્રામ, તેલ - 1 લિટર,
    મીઠું -, પાર્લે જી બિસ્કીટ - 1 પેક, આટ્ટા - 5 કિલોની આખી કીટ તૈયાર કરવામાં આવી રહી છે.500 કીટ તૈયાર કરીને ગરીબોને વહેચવાનું કાર્ય 26 માર્ચથી શરૂ કરવામાં આવ્યુ છે..સવારે શાકભાજી અને સાંજે ખીચડી-કઢીનું વિતરણ કરી ગરીબોની ભૂખ ઠારવામાં આવી રહી છે..સહાય માટે વિવિધ સ્થાનિકો અને આગેવાનો પણ આગળ આવ્યા છે..જેમાં કિરણભાઈ પટેલ, નીરજ વધવાના સહકારથી મનીષ આચાર્ય, રણજીતસિંહ સોલંકી અને તેમના કાર્યકર્તાઓની ટીમ દ્વારા ભગીરથ કાર્ય કરવામાં આવી રહ્યુ છે..


     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
apply