અમદાવાદના બોપલમાં ગરીબો-શ્રમિકો માટે ભોજનની સેવા કરતા સેવાભાવી સંઘ
Live TV
-
પરપ્રાંતિયો અને ઝૂંપડાવાસીઓના ઘર સુધી ભોજન પહોંચાડી સેવાનું ભાથુ બાંધતા બોપલવાસીઓ
કોરોનાની મહામારીને કારણે સમગ્ર ભારતમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યો છે જેના કારણે ગરીબ અને શ્રમીક પરીવારો આર્થિક મુસીબતમાં મુકાઈ ગયા છે. અને આવા શ્રમીક ગરીબ પરીવારોને સરકાર અને સંસ્થાઓ દ્વારા ખાદ્ય કીટોનું તો વિતરણ કરવામાં આવતું હોય છે. પરંતું તેઓને દવા, દૂધ કે શાકભાજી લાવવા માટે રોકડા રૂપિયાની પણ જરૂર પડતી હોય છે.ત્યારે આવા સમયે સેવાભાવી સંસ્થાઓ અને સેવાભાવી લોકો હવે આગળ આવ્યા છે..અને જરૂરિયાતમંદ લોકોને ભોજન વિતરણ કરીને તેમની જઠરાગ્નિને ઠારી રહ્યા છે..અમદાવાદમાં બોપલ વિસ્તારમાં રહેતા શ્રમજીવી અને ગરીબોની વહારે આવ્યા છે બોપલ-ઘુમા સેવા સંઘ... આ સેવાભાવી સંઘના 40થી વધુ લોકો બોપલ-ઘુમા વિસ્તારના ગરીબો અને
ઝૂંપડામાં રહેતા લોકોને વિનામૂલ્યે ભોજનની સેવા આપી રહ્યા છે..જેમાં ખીચડી-કઢી, શાક, દાળ અને દૂધપાક વગેરે વિતરણ કરી રહ્યા છે..દરરોજ 200થી વધુ શ્રમિકો અને ઝૂંપડાવાસીઓ માટે ભોજન બનાવી તેમના ઘર સુધી પહોંચાડવામાં આવી રહ્યુ છે..કોરોના મહામારીના કારણે રોજ કમાઈને રોજ ખાતા આ પરિવારો માટે બોપલ-ઘુમા સેવા સંઘ આશીર્વાદ સમાન બની રહ્યો છે.સંઘના 20થી વધુ મહિલાઓ દરરોજ આવા ગરીબો માટે સ્વયંભૂ સેવાભાવથી ભોજન બનાવવાની કામગીરીમાં લાગી જાય છે..બોપલ-ઘુમા વિસ્તારમાં ગુજરાત તેમજ પરપ્રાંતીય મજૂરવર્ગ પેટિયું રળવા આવેલા લોકો માટે જમવાની વ્યવસ્થા ના હોઈ ત્યારે બોપલ-ઘુમા સેવા સંઘ દ્વારા તેમને જમાડવાની વ્યવસ્થા કરવામાં આવી છે
