Skip to main content
Settings Settings for Dark

કોરોના વાઈરસ સામે લડવા આણંદ સાંસદ મિતેષભાઈએ મુખ્યમંત્રી રાહત ફંડમાં અર્પણ કર્યા સહાયના ચેક

Live TV

X
  • આણંદમાં કોરોનાનો હજુ એક પણ કેસ નથી નોંધાયો, પણ ગ્રામિણ સ્તરે સર્વેલન્સની થઈ રહી છે કામગીરી

    દેશભરમાં કોરોના મહામારી સામે કેન્દ્ર અને રાજ્યસ્તરે કામગીરી થઈ રહી છે ત્યારે રાજ્ય સરકાર પોતાની બનતી તમામ વ્યવસ્થાઓ ઉભી કરી છે. કેન્દ્ર સરકારથી માંડી દરેક રાજ્યોની સરકારે ફંડ ભેગું કરવા માટે લોકોને અપીલ કરી છે. ત્યારે આણંદના સાંસદ મિતેષભાઈ પટેલ સહાય માટે આગળ આવ્યા છે..તાજેતરમાં જ મુખ્યમંત્રી સાથે મુલાકાત કરીને સાંસદે વિવિધ સહાયના ચેક મુખ્યમંત્રી રાહત નિધિમાં જમા કરાવ્યા છે..જેમાં મુખ્યમંત્રી રાહત ફંડમાં સત્યેન્દ્ર પેકેજીંગ લિમિટેડ કંપની, આણંદ દ્વારા ૫૧ લાખ નો ચેક, એલિકોન એન્જિનિયરિંગ કંપની, વિઠ્ઠલ ઉદ્યોગનગર દ્વારા ૧૧ લાખ, નિસોલ મેન્યુફેક્ચર કંપની લિમિટેડ કેટલા દ્વારા ૧૧ લાખ, સામાન્ય નાગરિક તરીકે મુરબ્બીશ્રી માં હસમુખભાઈ પટેલ વાસદ
    વાળા ૧૧,૦૦૦ લેઉવા પાટીદાર સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા ૧,૦૧,૦૦૦ ચેક જમા કરાવ્યા. હાલમાં કોરોનાવાયરસ મહામારી ૨૧ દિવસ લોકડાઉન દરમિયાન મારા મત વિસ્તાર શ્રમજીવી પરિવાર માટે ૩૦ હજાર જેટલી અનાજની કીટોનું વિતરણની તૈયારી કરવામાં આવેલ છે. ઉપરાંત માનનીય મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી સાહેબ સાથે આણંદ જિલ્લામાં કોરોના સામે વિવિધ તકેદારી અંગે પ્રશાસન ની કામગીરી અંગે ચર્ચા કરી હતી.મિતેષભાઈ પટેલે સંસદીય વિસ્તારની ગ્રાન્ટમાંથી અગાઉ 50 લાખની રકમ PMCaresFund માટે આપવાની જાહેરાત કરી હતી..
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
apply