Skip to main content
Settings Settings for Dark

ખેડા જીલ્લા એપીએમસી દ્વારા લોકોને ઘરેબેઠાંજ શાકભાજી મળી રહે તે માટે વ્યવસ્થા ગોઠવાઇ

Live TV

X
  • ખેડા જીલ્લામાં પણ લોકડાઉન દરમિયાન લોકોને શાકભાજી મેળવવામાં કોઇ સમસ્યા ન સર્જાય તે માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. ખેડા જીલ્લા એપીએમસી દ્વારા લોકોને ઘરેબેઠાં જ શાકભાજી મળી રહે તે માટે વ્યવસ્થા ગોઠવાઇ છે.

    ખેડા જીલ્લામાં પણ લોકડાઉન દરમિયાન લોકોને શાકભાજી મેળવવામાં કોઇ સમસ્યા ન સર્જાય તે માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. ખેડા જીલ્લા એપીએમસી દ્વારા લોકોને ઘરેબેઠાં જ શાકભાજી મળી રહે તે માટે વ્યવસ્થા ગોઠવાઇ છે. વેપારીઓ દ્વારા લોકો પાસેથી વધુ નાણા પડાવી ન લેવાય તેની તકેદારીના ભાગરૂપે સસ્તા દરે શાકભાજીનું પેકિંગ કરીને ઘરેઘેર પહોંચાડવામાં આવી રહી છે. આ ઉપરાંત જાહેરનામાનું પણ યોગ્ય રીતે પાલન કરવામાં આવે તે માટે તકેદારી રાખવામાં આવી રહી છે. ઉપરાંત શ્રમિકોને કોઇ સમસ્યાનો સામનો ન કરવો પડે તે માટે વિશેષ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. જે જગ્યા પર કામદારો કાર્યરત હોય તે માલિકો દ્વારા જ રહેવા જમવાની વ્યવસ્થા ગોઠવવામાં આવે તેની પણ જોગવાઇ કરવામાં આવી રહી છે. મકાન પાલિક પણ કોઇને મકાનમાંથી હટાવી ન શકે તેવી પણ વ્યવસ્થા કરવામાં આવી રહી છે. આ ઉપરાંત શ્રમિકોને પણ જે તે માલિક દ્વારા રહેવાની અને જમવાની વ્યવસ્થા કરવામાં આવે છે કે નહીં તેની પણ ચોકસાઇ રાખવામાં આવી રહી છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 10-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 15-05-2024 Max Temp : °C Min Temp : °C
apply