Skip to main content
Settings Settings for Dark

રાજપીપળામાં વૈષ્ણવ વણિક સમાજ દ્વારા સવાર-સાંજ ભોજનના પેકેટ વિતરણ કરવામાં આવે છે.

Live TV

X
  • રાજપીપળામાં સમસ્ત વૈષ્ણવ વણિક સમાજ દ્વારા આજુબાજુના વિસ્તારના જરૂરિયાત વાળા લગભગ ૬૦૦ લોકોને સવાર-સાંજ પૌષ્ટિક ભોજનના પેકેટ બનાવીને વિતરણ કરવામાં આવી રહ્યા છે.

    રાજપીપળામાં સમસ્ત વૈષ્ણવ વણિક સમાજ દ્વારા આજુબાજુના વિસ્તારના જરૂરિયાત વાળા લગભગ ૬૦૦ લોકોને સવાર-સાંજ પૌષ્ટિક ભોજનના પેકેટ બનાવીને વિતરણ કરવામાં આવી રહ્યા છે. નર્મદા જિલ્લા કલેકટર મનોજ કોઠારીના માર્ગદર્શન હેઠળ સમાજના ગરીબ-શ્રમિક લોકોને અને જરૂરિયાતમંદોને ભોજન સેવા પુરી પાડવાની હાકલને સહર્ષ સ્વીકારી રાજપીપળા સમસ્ત વૈષ્ણવ વણિક સમાજના હોદ્દેદારોએ સ્વ ખર્ચે આ કાર્ય સ્વીકાર્યું હતું. સમાજના વૈષ્ણવ વણિક લોકોના લોક ફાળાથી આ કાર્ય કરવામાં આવી રહ્યું છે. આ કાર્યમાં હવે રાજપીપળાના અગ્રગણ્ય નાગરિકો પણ જોડાયા છે. અને સવાર-સાંજ થઈને ૧૨૦૦થી વધુ ફૂડ પેકેટ તૈયાર કરી પહોંચાડવામાં આવી રહ્યાં છે. રાજપીપળાની ઝુંપડપટ્ટી વિસ્તાર ગણાતા શીતળા માતાના મંદિર પાસેના કારમાઇકલ બ્રિજ નીચે રહેતા ૩૦ જેટલા પરિવારો નરસિંહ ટેકરી વિસ્તારના ૧૦ જેટલા પરિવારો તથા સાવરણી બનાવી પેટિયું રડતા અને કાલાઘોડા પાસે અને જીત નગર રોડ પર રહેતા ૧૫ જેટલા કુટુંબોને પણ રાજપીપળા સમસ્ત વૈષ્ણવ વણિક સમાજ દ્વારા સવાર-સાંજ ફૂડ પેકેટ પહોંચાડવામાં આવી રહ્યા છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 28-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 29-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 30-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2024 Max Temp : °C Min Temp : °C
apply