Skip to main content
Settings Settings for Dark

સાંસદ મિતેષભાઈ પટેલના પ્રયાસોના કારણે લોકડાઉનમાં ઈન્ડોનેશિયામાં ફસાયેલા આણંદના પરિવારને મળી મદદ

Live TV

X
  • ઈન્ડોનેશિયામાં ભારતીય રાજદૂતે પહોંચાડી મદદ, શાકભાજી, ફ્રૂટ, અનાજ સહિતનો જથ્થો મોકલાવ્યો

    અલી સૈયદ, આણંદ : આખરે ઈન્ડોનેશિયામાં ફસાયેલા આણંદના પરિવારને મળી મદદ.. સાંસદના પ્રયાસોના કારણે ઈન્ડોનેશિયામાં ભોજનની સુવિધાનો અભાવ સહન કરી રહેલા ત્રણ આણંદના લોકોને મદદ મળી છે..ઈન્ડોનેશિયામાં ભારતીય રાજદૂત દ્વારા 15 દિવસ સુધી ચાલે તેટલી ભોજન સામગ્રી, ફ્રૂટ, શાકભાજી અને અનાજ પહોંચાડવામાં આવ્યુ છે..અહેવાલની સંપૂર્ણ વિગતો પર નજર કરીએ તો આણંદના નાવલીનો પરિવાર ઈન્ડોનેસિયાના જાકાર્તા નજીક બકાસીમાં ફસાયો હતો.. આ પરિવાર 20 ફેબ્રુઆરીથી 19 માર્ચ સુધી ફરવા શ્રીલંકા થઈને ઈન્ડોનેશિયામાં આવ્યો હતો..બિજલ પટેલ, પાર્થ પટેલ, તેજસ પટેલ એમ કુલ ત્રણ લોકો લોકડાઉનના કારણે જાકાર્તાના બકાસી શહેરમાં જ ફસાઈ ગયા..19
    માર્ચની રિટર્ન ટિકિટ લોકડાઉનના કારણે કેન્સલ થઈ હતી..જેથી બકાસીમાં જ મકાન ભાડે રાખીને રહેવાનો વારો આવ્યો..આ દરમિયાન શાકાહારી ભોજન મળવામાં ભારે તકલીફનો સામનો કરવો પડ્યો હતો...બાદમાં બિજલ પટેલે વિડિયો પોસ્ટ કરીને ભારત સરકાર અને ગુજરાત સરકાર પાસેથી મદદ માંગી હતી..આ મામલો આણંદના સાંસદ મિતેશભાઈ પટેલના ધ્યાનમાં આવતા જ ત્વરિત કાર્યવાહી કરતા સાંસદે વિદેશ મંત્રાલયને ફસાયેલા ચાર લોકોના નામ અને નંબર સહિત જરૂરી મદદ પહોંચાડવા માટે લેખિતમાં સૂચન કર્યુ હતુ..જેના કારણે નાવલીના પરિવારને ઈન્ડોનેશિયામાં ભારતીય રાજદૂત તરફથી મદદ મળી અને 15 દિવસ સુધી ચાલે એટલો ભોજનનો જથ્થો પહોંચાડવામાં આવ્યો..જેમાં વિવિધ
    શાકભાજી, ફ્રૂટ, તેલ, ચોખા, દૂધ સહિતની ચીજવસ્તુઓ પહોંચાડવામાં આવી છે..મદદ મળતા પરિવારમાં આનંદ છવાઈ ગયો..શાકાહારી ભોજનના અભાવે મુશ્કેલીમાં મૂકાયેલા પરિવારને મદદ મળતા તમામ લોકોએ આણંદના સાંસદ મિતેષભાઈ પટેલનો આભાર માન્યો હતો..
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 30-03-2024 Max Temp : °C Min Temp : °C
    • 31-03-2024 Max Temp : °C Min Temp : °C
    • 01-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 02-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 03-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 04-04-2024 Max Temp : °C Min Temp : °C
apply