મા-કાર્ડની મુદ્દત આગામી 31 જુલાઈ, 2021 સુધી લંબાવાઈ
Live TV
-
નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે જણાવ્યુ છે કે, કોરોનાની સાંપ્રત પરિસ્થિતિને ધ્યાને લઈને રાજ્યની કચેરીઓ બંધ હોવાથી આવકના દાખલા કઢાવવાની મુશ્કેલી ધ્યાને લઇને નાગરિકોને આરોગ્યલક્ષી સારવાર માટે સહાય રૂપ થવા માટે મા-કાર્ડની મુદ્દત આગામી 31 જુલાઈ, 2021 સુધી લંબાવવાનો આરોગ્ય વિભાગે મહત્વનો નિર્ણય કર્યો છે.
નાયબ મુખ્યમંત્રીએ ઉમેર્યુ કે, જે નાગરિકોના મા-કાર્ડની મુદ્દત તા.31-03-2021 ના રોજ પૂરી થઇ છે. તેવા નાગરિકો માટે હાલની કોરોનાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તથા આવકના દાખલા કઢાવવાની સાંપ્રત મુશ્કેલી ધ્યાને લઇને મા-કાર્ડની મુદ્દત વધુ ત્રણ મહિના એટલે કે તા.30-06-2021 સુધી લંબાવવામાં આવી છે.
