મુંબઈથી ગાંધીનગર ખાતે જતી વંદે ભારત ટ્રેનનું આણંદ ખાતે ખાસ સ્ટોપેજ શરૂ કરાયું
Live TV
-
મુંબઈથી ગાંધીનગર ખાતે જતી વંદે ભારત ટ્રેનનું સ્ટોપેજ સુરત વડોદરા અને અમદાવાદ જ હતું જેને લઈને આણંદ જિલ્લાના વેપારીઓ, વિદ્યાર્થીઓ અને શહેરીજનોએ સાંસદ મિતેશ પટેલને વંદેભારત ટ્રેનનું સ્ટોપેજ આણંદ ખાતે મળે તે માટે ઘણી રજૂઆતો કરવામાં આવી હતી. આ રજૂઆતોને ધ્યાનમાં લઈને સાંસદ મિતેશભાઈ પટેલ દ્વારા કેન્દ્રીય રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવજીને રજૂઆત કરતા તેઓએ સાંસદ મિતેશ પટેલની રજૂઆતને ધ્યાને લઈ આજથી વંદે ભારત ટ્રેનને આણંદ ખાતે સ્ટોપેજ આપવામાં આવ્યો હતો. જેને લઇને વેપારીઓ શહેરીજનો અને વિદ્યાર્થીઓ વતી સાંસદ મિતેશભાઈ પટેલ દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવજીનું આભાર માન્યો હતો.