પોરબંદરના બરખલા ગામમાં હોળી અને ધુળેટી પછી ત્રણ દિવસ સુધી ત્રણ પડવામાં ધુળેટી ઉજવવાની અનોખી પ્રથા
Live TV
-
પોરબંદરના બરડા પંથકમાં બખરલા ગામમાં હોળી અને ધુળેટી પછી ત્રણ દિવસ સુધી ત્રણ પડવામાં વાસી ધુળેટી ઉજવવામાં આવે છે.
આ ત્રણ પડવાના દિવસોમાં અહીં રહેતા મહેર જ્ઞાતિના લોકો મહેર મણીયારો રાસ રમી ત્રણ પડવાની ઉજવણી કરે છે. આ ઉજવણી દરમિયાન અહીં રહેતા મેર પરિવારોની બહેનો અને માતાઓ પારંપરિક પોશાક અને સોનાના દાગીના પહેરીને પરંપરાગત રાસ રમે છે. બહેનો રાસ રમી લે પછી ભાઈઓ જે રાસને સુરાતન ચડાવે તેને રાસ કહેવાય છે તે મહેર મણીયારો રાસ રમે છે.