વિસરાતી જતી ભવાઈની પરંપરાને જાળવી રાખતાં વડનગરના યુવાનો
Live TV
-
વડનગર નદીઓળ વિસ્તારમાં હોળીના દિવસે વેશભૂષા સાથે ભવાઈનો કાર્યક્રમ યોજાય છે. વિસરાતી જતી પરંપરાને આ વિસ્તારના ઠાકોર સમાજના યુવાનોએ જાળવી રાખી છે. સાંજે હોળી પ્રગટાવ્યા પછી ચોકમાં એકઠા થઈ ભવાઈ યોજી હતી. રામ, સીતા, લક્ષ્મણ, હનુમાન, રાવણ સહિતના પાત્રો ભજવવામાં આવે છે. અહીં મોટી સંખ્યામાં લોકો એકઠા થાય છે.
બીજા દિવસે રાવણનો વધ કરી દાંડીયા રાસ રમવામાં આવે છે. વડનગરમાં નદીઓળ વિસ્તારમાં વેશભૂષા ભવાઈનો કાર્યક્રમ યોજાયો હતો.
વર્ષોથી ચાલી આવતી આ પરંપરા આજે પણ અકબંધ છે. આ ઉપરાંત અન્ય મહોલ્લામાં પણ ભવાઈનો કાર્યક્રમ યોજાયો હતો.