મેડિકલ અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે NEET (UG) 2023 પરીક્ષા આજે યોજાશે
Live TV
-
અંડરગ્રેજ્યુએટ મેડિકલ અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે એન્ટ્રન્સ ટેસ્ટ- NEET (UG) 2023 આજે યોજાવા જઈ રહી છે. આ પરીક્ષા દેશભરના વિવિધ શહેરોમાં અને દેશની બહારના 14 શહેરોમાં બપોરે 2 વાગ્યાથી સાંજે 5:20 વાગ્યા દરમિયાન વિવિધ કેન્દ્રો પર લેવામાં આવશે. તબીબી ઉમેદવારો જેમણે પરીક્ષા માટે નોંધણી કરાવી છે તેઓ સત્તાવાર વેબસાઇટ neet.nta.nic.in પરથી પ્રવેશ કાર્ડ ડાઉનલોડ કરી શકે છે.
નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ માત્ર એવા ઉમેદવારો માટે જ નેશનલ એન્ટ્રન્સ કમ એલિજિબિલિટી ટેસ્ટ- NEET (UG)-2023 સ્થગિત કરી દીધી છે કે જેમના પરીક્ષા કેન્દ્રો મણિપુરમાં છે જે આજે યોજાવાની હતી. આ અંગેનો નિર્ણય રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને ધ્યાનમાં રાખીને અને મણિપુર સરકારની વિનંતી પર લેવામાં આવ્યો હતો. NTAએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, આ ઉમેદવારો માટે પરીક્ષાની નવી તારીખ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. ઉમેદવારો NEET (UG) સંબંધિત કોઈપણ સ્પષ્ટતા માટે ટેલિફોન નંબર 011- 40759000 અથવા neet[at]nta[dot]ac[dot]in પર ઈમેઈલ પણ સંપર્ક કરી શકે છે. ઉમેદવારોને નવીનતમ અપડેટ્સ માટે NTAની અધિકૃત વેબસાઇટ્સની મુલાકાત લેવાની પણ સલાહ આપવામાં આવે છે.
