મોરબી: પવિત્ર શ્રાવણ માસમાં સ્વામિનારાયણ મંદિર ખાતે દિવ્ય હિંડોળા મહોત્સવ
Live TV
-
આ હિંડોળાના દર્શન કરી શ્રદ્ધાળુઓ ધન્યતા અનુભવે છે.
ભારતીય સંસ્કૃતિમાં પવિત્ર શ્રાવણ માસનું આગવું મહત્વ હોય છે. વહેલી સવારથી જ ધર્મ, ભક્તિ કિર્તન, ભક્તિ, આરાધના, પૂજા પાઠ, કથા વાર્તા સાથે ધર્મમય વાતાવરણથી દેવાલયો ગુંજી ઉઠતા હોય છે. પવિત્ર શ્રાવણ માસની વાત કરવામાં આવે તો સ્વામિનારાયણ, વૈષ્ણવ સંપ્રદાયમાં હિંડોળા મહોત્સવ આગવા મહત્વ સાથે ઉજવાય છે.
મોરબીમાં કાલુપુર તાબાનાં સ્વામિનારાયણ મંદિરમાં સાંખ્યયોગી ઉષાબા અને સાંખ્યયોગી રાજબાની અધ્યક્ષતામાં ભવ્ય દિવ્ય કલાત્મક હિંડોળાનું આયોજન કરવામાં આવેલ છે. જે સ્વામિનારાયણ મંદિર ખાતે સવારે ૦9 થી 12 અને સાંજે ૦4 થી ૦7 સુધી દર્શનાર્થીઓ માટે ખુલ્લા મુકવામાં આવેલ છે. જેમાં બાર હિંડોળાનાં દર્શન સહિત ભગવાન સ્વામિનારાયણનાં દિવ્ય પ્રસાદીના સ્થાન સહિત વિવિધ આકર્ષક ફ્લોટ્સ સાથે કલાત્મક હિંડોળાનાં દર્શન સાથે ભક્તો ભક્તિરસમાં હરીભક્તો મગ્ન બની બનતા હોય છે.
ભક્તો વિવિધ પ્રકારના કલાત્મક હિંડોળામાં ભગવાનને ઝુલાવે છે. પૂજા પાઠ, ધર્મ, ભક્તિ ભાવ, કિર્તન, આરાધના સાથે વિવિધ આકર્ષક ફ્લોટ્સ હરીભકતોનાં મન હરી લેતા હોય છે. આ હિંડોળાના દર્શન કરી શ્રદ્ધાળુઓ ધન્યતા અનુભવે છે.
