Skip to main content
Settings Settings for Dark

આઝાદીનાં અમૃત મહોત્સવ-મોરબીનાં હરબટીયાળી ગામે ક્રીભકો દ્વારા સહકારી પરિષદ યોજાઈ

Live TV

X
  • આઝાદીનાં અમૃત મહોત્સવ ઉપક્રમે હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત મોરબી જિલ્લાનાં હરબટીયાળી ગામે કૃષક ભારતી ઈન્ડિયા ક્રીભકો દ્વારા સહકારી પરિષદ યોજાઇ. ક્રીભકો, ગુજકોમાસોલ, જિલ્લા સહકારી બેંક, કૃષિ વૈજ્ઞાનિકો સહિત સહકારી અગ્રણીઓ આઝાદીનાં અમૃત વર્ષ ઉપક્રમે હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત ઘરે ઘરે તિરંગો લહેરાવવા દ્રઢ નિર્ધાર કરવામાં આવ્યો. 

    આ પ્રસંગે સહકારી અગ્રણી મગનભાઈ વડાવિયા ,રાજકોટ જિલ્લા સહકારી બેંકનાં જનરલ મેનેજર ડૉ. સખિયા, ક્રીભકો રીજિઓનલ મેનેજર ડૉ. કાછડીયા, કૃષિ વૈજ્ઞાનિક ડૉ. દિલીપભાઈ સરડવા સહિત સહકારી અગ્રણીઓ દ્વારા પ્રસંગોચિત વકતવ્યમાં સમય સાથે તાલ મિલાવી આધુનિક ટેકનોલોજી, વૈજ્ઞાનિક અભિગમ સાથે મૂલ્ય વર્ધિત સજીવ ખેતી સાથે પૂરક વ્યવસાય તરીકે પશુપાલન થકી, પ્રધાનમંત્રી નરેન્દ્ મોદીનાં દૂરંદેશી અભિયાન દુગુના આય ખેતીમાં બમણી આવકને ચરિતાર્થ કરતા હરબટીયાલી ગામના ખેડૂત મિત્રો અને મોટી સંખ્યામાં મહિલા સભાસદો પશુપાલન સાથે જોડાઈ, ઉત્તમ આવક સાથે આત્મનિર્ભર, સ્વનિર્ભર બની અન્ય માટે પણ પ્રેરણારૂપ હોવાનું ગૌરવભેર જણાવતા મહાનુભાવો દ્વારા હરબટીયાળી હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત ઘેર ઘેર સભાસદો, મંડળીઓ,ઓફિસ, કાર્યાલયમાં તિરંગો લહેરાવવા અનુરોધ કર્યો હતો. 

    જિલ્લા સહકારી બેંકનાં જનરલ મેનેજર સખીયાએ સમગ્ર દેશમાં સહકારી ક્ષેત્રે ઉત્કૃષ્ઠ સેવા બદલ કેન્દ્રીય મંત્રી અમિત શાહ ( સહકાર મંત્રી)નાં હસ્તે આગામી બાર ઓગસ્ટનાં શતાબ્દી એવોર્ડ માટે પસંદગી સાથે રાજકોટ જિલ્લા સહકારી બેંકે સહકારી ક્ષેત્રે પોતાની સેવાકીય સુવાસમાં વધારો કર્યાનું ગૌરવભેર જણાવ્યું હતું. 

    આ તકે ક્રીભકોનાં રીજીઓનલ મેનેજર અને કૃષિ વૈજ્ઞાનિક ડૉ. દિલીપભાઈ સરડવા દ્વારા રાસાયણિક ખાતરનાં વધુ પડતાં ઉપયોગ બંધ કરી સેન્દ્રીય ખાતરનો ઉપયોગ કરવા અનુરોધ કરી, ખેડૂત મિત્રો ગૌ આધારિત ઓર્ગેનિક ખેતી સાથે પશુપાલન વ્યવસાય દ્વારા ઉત્તમ આવક કઈ રીતે મળે તે અંગે પ્રસંગોચિત જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.

    આ તકે મહાનુભાવો દ્વારા સ્વ. વિઠલભાઈ રાદડીયા મેડિકલ સહાય યોજના અંતર્ગત જીલ્લા બેંક દ્વારા લાભાર્થીઓને મેડિકલ સહાય અને ચેક એનાયત કરવામાં આવ્યા હતા.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2026 Max Temp : °C Min Temp : °C
apply