ભારતમાં વધુ 11 વેટલેન્ડ રામસર સ્થળો ઉમેરાતાં દેશમાં કુલ રામસર સ્થળોની સંખ્યા 75 થઈ
Live TV
-
ભારતમાં વધુ 11 વેટલેન્ડ રામસર સ્થળો ઉમેરાતાં હવે દેશમાં કુલ રામસર સ્થળોની સંખ્યા 75 થઈ છે. હવે કુલ વિસ્તાર 13 લાખ 26, 677 હેક્ટરને આવરી લે છે. પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલયે જણાવ્યું કે 11 નવ વેટલેન્ડમાં જ તામિલનાડુમાં–3, ઓડિશામાં–2, જમ્મુ–કાશ્મીરમાં–2, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં 1-1 સાઈટનો સમાવેશ થાય છે.
આ સ્થળોના ઉમેરાવાથી વેટલેન્ડના સંરક્ષણ, વ્યવસ્થાપન અને તેમના સંસાધનોનો યોગ્ય ઉપયોગ કરવામાં મદદ મળશે. આ ચાલુ વર્ષ દરમિયાન કુલ 28 સાઈટને રામસર સાઈટ તરીકે જાહેર કરાઈ છે. તામિલનાડુમાં સૌથી વધુ 14 રામસર સ્થળ છે, ત્યારબાદ ઉત્તર પ્રદેશમાં 10 રામસર સ્થળો છે.
